Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ:શેરબજારમાં ગેરકાયદેસર રીતે ભાવની વધઘટ પર જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, રૂ. 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર જુગારનો પર્દાફાશ થયો છે. પોલીસે Metatrader5 નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા શેરબજારમાં ગેરકાયદેસર રીતે ભાવની વધઘટ પર જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં રોકડા રૂ. 86,600, બે મોબાઇલ ફોન અને એક લેપટોપ સહિત કુલ રૂ. 1,11,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજાર આધારિત જુગાર પર વધુ દરોડા પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન બાતમીના આધારે, જીનતાન રોડ પર આવેલી નૂતનનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં Metatrader5 વેબસાઇટ દ્વારા મોબાઇલ ફોનમાં શેર માર્કેટના ભાવની વધઘટ પર ગેરકાયદેસર સોદા લગાડી જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી હર્ષ ઉર્ફે રિંકુ હેમેન્દ્રભાઈ શાહ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 86,600 રોકડા, રૂ. 10,000ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂ. 15,000ની કિંમતનું એક લેપટોપ મળી કુલ રૂ. 1,11,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અન્ય પકડાયેલા ઇસમોમાં શૈલેષ રમણીકલાલ શાહ, અક્ષય કિરણ દફતરી, યતીન રજનીકાંત શાહ અને રિતેશ ભરત શાહનો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓના નામ આ કેસમાં ભાવિન ચંદુ પટેલ, રિષિત જગા શાહ, નિકેત વિપુલ શાહ, યશ, વિરલ ગોસલિયા, નિખિલ, વિપુલ શાહ, નિમેત, મોબીન, અશોક પિસ્તોલ, કાવન, રવિ, મહેન્દ્ર દાગા, નરેશ, મેહુલ, પૂર્વ, પ્રતીક, પૂજન, વૈભવ ગૌરાંગ અડાલજા, વિતરાગ, અભિષેક, અજય હીસાર, અમિત, ધવલ, દીક્ષિત, હરીશ, જીતુ, કેવન, કમલ, એસ.બી., જેનીલ, ઉત્તમ જવેરી, સંજય વણા, મેહુલ જયસ્વાલ, વિનેશ ભુજ, સમર્થ પારેખ, સોમિલ, માલવ અમદાવાદ, વિરલ ગાંધી, પ્રતિક ગાંધી, મંથન દોશી, પરીન હિરેન ચોકસી, રૂષભ કોઠારી અને જૈનમ કોઠારી સહિતના ઇસમોને પકડવાના બાકી છે. સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાલથી વરસાદનો તોફાની રાઉન્ડ:ગુજરાત માથે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ, મહંત બળદેવગિરીની અટકાયતથી ઉત્તર ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવો માહોલ
    Next Article
    તાપી કલેક્ટર દેવ ચૌધરીની અનોખી પહેલ:આંગણવાડીના બાળકો સાથે જમીન પર બેસી સંવાદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment