Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બખરલા ગામનો યુવાન‎આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પસંદગી પામ્યો‎:ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પોરબંદરના યુવાને 2 વિકેટ ઝડપી ઇઝરાયલને જીત અપાવી

    1 day ago

    પોરબંદરના બખરલા ગામના યુવાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પસંદગી થયો છે. આ યુવાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં 2 વિકેટ ઝડપી ઇઝરાયલને જીત અપાવી હતી. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભા હવે આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાનો ડંકો વગાડી રહી છે. પોરબંદરના બખરલા ગામના વતની એવા યુવા ક્રિકેટર અજય ખુંટીની ફિનલેન્ડ ખાતે રમાઈ રહેલી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ સબ-રીજનલ યુરોપ ક્વોલિફાયર સી ટૂર્નામેન્ટ માટે ઇઝરાયલની 14 સભ્યોની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અજય ખુંટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને પોરબંદર અને દેશનું નામ રોશન કર્યું છે. ફિનલેન્ડના મેદાન પર રમાયેલી મેચમાં અજય ખુંટીએ પોતાની ધારદાર બોલિંગથી 2 વિકેટ ઝડપીને મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, ઇઝરાયલની ટીમે 155 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્લેયર સાથે ખાસ વાર્તાલાપ કર્યો આ ટૂર્નામેન્ટ દરમિયાન અજય ખુંટીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલાડીને મળવાની તક મળી હતી. ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ટીમના જાણીતા ઓલરાઉન્ડર રહી ચૂકેલા અને હાલ પોર્ટુગલ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલા સ્ટાર ખેલાડી મોઇસેસ હેનરિક્સ સાથે અજયે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે ક્રિકેટની ટેકનિક અને અનુભવો અંગે સાર્થક વાર્તાલાપ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં શ્રાવણે ઉનાળો:પોરબંદર તાલુકામાં સીઝનનો 10 ટકા પણ વરસાદ નહીં, પાણીના વારામાં સીધો કાપ
    Next Article
    દંડ ન ભર્યો તો શું થશે?:નિયમોનું ઉલ્લંઘન કરનાર હવે 45 દિવસમાં દંડ નહીં ભરે તો વાહન RTOમાં બ્લેકલિસ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment