Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રવધૂના આડાસંબંધે પિતાના હાથે પુત્રની હત્યા કરાવી:હળવદના ચંદ્રગઢની વાડીમાં પત્નીને કાબૂમાં રાખવાનું કહી આધેડે દીકરાને કોસ મારી, અજાણ્યા શખસોએ હત્યા કર્યાની સ્ટોરી ઘડી

    23 hours ago

    મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે વાડીએ યુવાનની હત્યાનો ભેદ પોલીસ તપાસમાં ઉકેલાયો છે. અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની બનાવટી સ્ટોરી રચીને પરિવારને ગુમરાહ કરનાર ખુદ મૃતકનો પિતા જ હત્યાનો આરોપી નીકળ્યો છે. પત્નીના અનૈતિક સંબંધોને લઈને થઈ હતી ઉગ્ર બોલચાલી હળવદના ચંદ્રગઢ ગામે રહેતા 27 વર્ષીય અનિલ રામજીભાઈ જાદવની તેની જ વાડીએ માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી મૃતક યુવાનના પિતા રામજીભાઈ કરસનભાઈ જાદવ (49)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અનિલની પત્નીને અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. આ બાબતે પિતા રામજીભાઈએ પુત્ર અનિલને પોતાની પત્નીને કાબૂમાં રાખવા માટે ઠપકો આપ્યો હતો. આ મુદ્દે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલચાલી અને માથાકૂટ થઈ હતી, ઉશ્કેરાયેલા પિતાએ આવેશમાં આવીને પોતાના જ દીકરાના માથામાં ખેતીકામમાં વપરાતો લોખંડનો કોસ મારી દીધો હતો, જેના કારણે ગંભીર ઇજા થવાથી અનિલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસને ગુમરાહ કરવા નાટક રચ્યું હતું ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતાએ સમગ્ર ઘટનાને અજાણ્યા શખ્સો દ્વારા અંજાયેલા હત્યાના રૂપમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. રામજીભાઈએ બાઈકના અજવાળામાં પુત્રની લાશ જોઈને બેભાન થઈ ગયા હોવાનું મોટું નાટક પણ કર્યું હતું જેથી કોઈને શંકા ન જાય. જોકે, વાડી વિસ્તાર હોવાને કારણે સીસીટીવી કે અન્ય કોઈ પ્રત્યક્ષ પુરાવા ન મળવા છતાં પોલીસે પોતાની ટેક્નિકલ અને ઝીણવટભરી તપાસના આધારે સમગ્ર રહસ્યનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે હત્યાના કામે વપરાયેલ ઘાતક કોસ પણ કબ્જે કરી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોટા દિનારામાંથી 20 કિલો ગૌમાંસ ઝડપાયું:ખાવડા પોલીસે 2 શખ્સોને પકડ્યા, તહેવારો વચ્ચે 1 આરોપીની શોધખોળ ચાલુ
    Next Article
    "I Was Behind Tiger Shroff": Actor Karan Veer Mehra To NDTV On Shooting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment