Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યાત્રાની શરૂઆત કેનેડાથી કરશે:બંને દેશો 2030 સુધીમાં 70 અબજ ડૉલરના વેપારનો લક્ષ્ય, મૂળ વડોદરાના ઉદ્યોગપતિની કેનેડા સરકારના મંત્રી સાથે ચર્ચા

    2 days ago

    ભારત અને કેનેડા વચ્ચેનો સંબંધ હવે માત્ર રાજદ્વારી સંબંધથી આગળ વધીને ટેક્નોલોજી, રોકાણ, શિક્ષણ અને ઊર્જાના ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થઈ રહ્યો છે. તેમાં ગુજરાત અને ગુજરાતી ડાયસ્પોરાની ભૂમિકા ખાસ કરીને મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. CM ભૂપેન્દ્ર પટેલ 16થી કેનેડાનો પ્રવાસ કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રથમ વિદેશ યાત્રા હશે. મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી મનોજ દાસ, અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, સીએમઓના પર્સનલ આસિસ્ટન્ટ સંજીવ કુમાર અને ઉદ્યોગ અગ્રણીઓ જોડાશે. જે પૂર્વે મૂળ વડોદરાના એવા કેનેડિયન ઉદ્યોગપતિ ડૉ. મુકુંદ પુરોહિતે કેનેડા સરકારના કોમર્શિયલ મંત્રી એડ જેગર સાથે ચર્ચા કરી હતી. 2030 સુધીમાં 70 અબજ ડૉલરના વેપારના લક્ષ્યને હાંસલ કરવાનું પગલું ગ્લોબલ બિઝનેસ એસોસિયેશનના સ્થાપક અને કેનેડિયન બિઝનેસમેન ડૉ. મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાત અને કેનેડા પાસે પરંપરાગત વેપારથી આગળ વધીને લાંબા ગાળાની મજબૂત આર્થિક ભાગીદારી સ્થાપવાની વિશાળ તક છે. ટેક્નોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, ક્રિટિકલ મિનરલ્સ અને કૃષિ ક્ષેત્રે કેનેડાની વિશેષ ક્ષમતાઓને ગુજરાતની મેન્યુફેક્ચરિંગ શક્તિ, વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ સાથે અસરકારક રીતે જોડી શકાય છે. કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયને બંને પ્રદેશો વચ્ચેના આર્થિક સેતુ તરીકે સક્રિય રીતે જોડવો જોઈએ. કેનેડાની ટેક્નોલોજી અને મૂડીને ગુજરાતની ઉદ્યોગસાહસિકતા સાથે જોડવાથી બંને દેશો માટે વર્ષ 2030 સુધીમાં 70 અબજ ડૉલરના વેપાર લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં નક્કર પગલું બની શકે છે. 2025માં ભારત-કેનેડા વચ્ચે કુલ વેપાર 13.6 અબજ કેનેડિયન ડૉલર કેનેડા સરકારના આંકડા મુજબ વર્ષ 2025માં ભારત-કેનેડા વચ્ચે કુલ વેપાર 13.6 અબજ કેનેડિયન ડૉલર રહ્યો. કેનેડા કઠોળ, પોટાશ, ક્લીન એનર્જી અને ટેક્નોલોજીમાં અગ્રેસર છે. જ્યારે ગુજરાત પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, રિન્યુએબલ એનર્જી, ડાયમંડ, ટેક્સટાઇલ્સ અને મેન્યુફેક્ચરિંગમાં મજબૂત છે. ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને લાંબો દરિયાકિનારો ગુજરાતને કેનેડિયન રોકાણકારો માટે આદર્શ સ્થળ બનાવે છે. ગુજરાત-કેનેડા ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવાય તો આ ફાયદો થઈ શકે વર્ષ 2019થી 2026 સુધીમાં ગુજરાતમાં 50.62 અબજ ડૉલરથી વધુનું FDI આવ્યું છે. રાજ્યમાં ગુજરાત-કેનેડા બિઝનેસ ફેસિલિટેશન ડેસ્કની સ્થાપના કરવામાં આવે અને સમયબદ્ધ ફોલો-અપ વ્યવસ્થા સાથે ગુજરાત-કેનેડા ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર વિકસાવવામાં આવે તો કેનેડા ગુજરાતના ઉદ્યોગો માટે ઉત્તર અમેરિકાના બજારમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    20 દિવસમાં 23 મગરોનું સલામત રેસ્ક્યુ:ચોમાસામાં જળસ્તર વધતાં વિશ્વામિત્રીમાંથી મગરોનો વસવાટ સોસાયટીઓ અને શાળા પરિસરમાં ઘૂસતા વન વિભાગ દ્વારા તમામને સલામત રીતે છોડાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'હર ઘર તિરંગા' અભિયાન માટે બેઠક યોજાઈ:જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને સફળ આયોજનની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment