Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'હર ઘર તિરંગા' અભિયાન માટે બેઠક યોજાઈ:જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને સફળ આયોજનની ચર્ચા

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન-2026ના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને એક આયોજન બેઠક યોજાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ભારતના રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના પ્રબળ બનાવવાનો અને દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ વિકસાવવાનો છે. રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાન-2026 તા. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ઉજવાશે. બેઠક દરમિયાન, અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અભિયાનનું વ્યાપક આયોજન થાય, નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત થાય અને તમામ કાર્યક્રમોનું અસરકારક સંકલન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. નોંધનીય છે કે, દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે આદર તથા કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવવા માટે આ વર્ષે ગુજરાત રાજ્યમાં તા. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉપરાંત, તા. 14 ઓગસ્ટના રોજ રાજ્યના તમામ જિલ્લા મથકો પર 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર અને વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    CM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યાત્રાની શરૂઆત કેનેડાથી કરશે:બંને દેશો 2030 સુધીમાં 70 અબજ ડૉલરના વેપારનો લક્ષ્ય, મૂળ વડોદરાના ઉદ્યોગપતિની કેનેડા સરકારના મંત્રી સાથે ચર્ચા
    Next Article
    તાપીમાં એનાલોગ પનીર વિરોધી સઘન તપાસ:25થી વધુ હોટલો-રેસ્ટોરન્ટ્સ તપાસાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment