Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ:'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સોમનાથથી વારાણસી બાઇક યાત્રાનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર દેશમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ (NGO) દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યથી પ્રસ્થાન કરી વડનગર થઈ છેક વારાણસી સુધી પહોંચનારી વિશાળ બાઇક યાત્રાનું આયોજન કરાયું છે. સોમનાથથી નીકળેલી આ રેલી જૂનાગઢ ખાતે આવી પહોંચતાં સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા તેનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથથી વડનગર થઈ વારાણસી સુધી સફર આ યાત્રા માત્ર એક રેલી પૂરતી સીમિત ન રહેતાં તેના માધ્યમથી માર્ગમાં આવતા તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરે વડાપ્રધાનના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં સંસ્થાઓ દ્વારા આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં ગ્રામસભાઓનું આયોજન, સ્વચ્છતા અભિયાન અને સીધા જનસંપર્ક થકી સમાજસેવાનાં કાર્યોને આગળ ધપાવવામાં આવી રહ્યાં છે. એક મહિના સુધી ચાલનારા સેવાકાર્યોમાં પદાધિકારીઓ અને જનતા સહભાગી સામાન્ય રીતે કોઈ નેતા કે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી ઔપચારિક કાર્યક્રમો દ્વારા થતી હોય છે પરંતુ, વડાપ્રધાનના સુશાસનના 25 વર્ષ લોકોની સેવામાં સમર્પિત થાય તેવા ઉમદા આશયથી આ આખો મહિનો વિવિધ પ્રકલ્પો યોજવામાં આવ્યા છે. જ્યારે આ બાઇક રેલી સોમનાથથી જૂનાગઢ થઈને વડનગર તરફ આગળ ધપી રહી છે ત્યારે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને આ ઐતિહાસિક યાત્રાને સફળ બનાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ એશિયા કપ ફાઇનલમાં શેફાલી વર્માની જબરદસ્ત બેટિંગ:સતત ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા; મંધાનાએ પણ બાઉન્ડરી મારી
    Next Article
    મહીસાગર LCB એ ડિટવાસમાં 1521 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:બોલેરો પીકઅપમાંથી ચોરખાનામાં છુપાવેલો રૂ. 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત, એક પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment