Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોપી ગામના વન અધિકાર દાવાઓ પરત‎કરવાના નિર્ણયની સમીક્ષા કરવા માંગ:સુરત માંડવી કચેરીના દસ્તાવેજોમાં દર્શાવાતા અધિકારક્ષેત્ર અંગે સ્પષ્ટતા મંગાઈ

    1 week ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના 122 આદિવાસી દાવેદારોના વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ રજૂ કરવામાં આવેલા દાવાઓ પરત કરવાના નિર્ણય અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર દાવાઓ તથા દાવા રજિસ્ટર પરત કરવામાં આવ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે, ત્યારે દાવેદારોના હકોનું રક્ષણ થાય અને દરેક દાવાની વ્યક્તિગત રીતે તપાસ થાય તે અત્યંત જરૂરી છે. કોઈપણ દાવેદાર પ્રક્રિયાત્મક ખામીઓના કારણે ન્યાયથી વંચિત ન રહે તે માટે સંદીપ માંગરોલાએ માંગ કરી છે કે સત્તાધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને દરેક દાવેદારને તેમના દાવામાં દર્શાવવામાં આવેલી ખામી અંગે સ્પષ્ટ લેખિત જાણ કરવામાં આવે. દાવેદારોને જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી લાગુ કાયદા અનુસાર ન્યાયસંગત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત, ખોપી ગામ નર્મદા જિલ્લા સાથે સંબંધિત હોવા છતાં દસ્તાવેજોમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવી, સુરતની કચેરીનો ઉલ્લેખ હોવાથી આ મામલે સક્ષમ સત્તાધિકારી અને અધિકારક્ષેત્ર અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સાઠીકડુ ઘસો તો પણ આરસીસી ભાંગીને ભૂક્કો : ધારીના ભાડેર–લૂંઘિયા માર્ગ પરના નવા પુલની આ છે ગુણવત્તા
    Next Article
    ગાંધીનગર ઈ-નગર પોર્ટલના નવા વર્ઝન 2.0 ની કામગીરીથી વિલંબ:વલસાડમાં 23 દિ’થી વેરા વસુલાત બંધ, મિલ્કતધારકોના કામ અટક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment