Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:સાઠીકડુ ઘસો તો પણ આરસીસી ભાંગીને ભૂક્કો : ધારીના ભાડેર–લૂંઘિયા માર્ગ પરના નવા પુલની આ છે ગુણવત્તા

    1 week ago

    ધારી તાલુકાના ભાડેરથી લૂંઘિયા ગામ તરફ જતા માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલા પુલની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊઠ્યા છે. સ્થાનિક સ્તરે સામે આવેલી વિગતો મુજબ, આશરે આઠ મહિના પહેલાં જ તૈયાર થયેલા આ પુલના આરસીસી બાંધકામ પર લાકડાની સ્ટીક ઘસતાં જ આરસીસી ભાંગીને ભરભર ભૂકો થઈ જાય છે. આ પુલ પર ચાલવું પણ જોખમી છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પુલની આટલા ટૂંકા ગાળામાં આવી સ્થિતિ સામે આવતાં બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને કામગીરીની ગુણવત્તા અંગે તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. પુલના બાંધકામમાં નક્કી કરાયેલા માપદંડોનું પાલન થયું ન હોય, વપરાયેલી સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કર્યા વિનાજ બાંધકામ કરી નાખવામાં આવે છે. આ પુલની હાલતને લઈને બાંધકામની ગુણવત્તા ઉપરાંત સરકારી ખર્ચ અને વહીવટી દેખરેખ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. દરેક કિસ્સામાં કામની ચકાસણી કર્યા બાદ જ બિલો મંજૂર કરવામાં આવતા હોય છે. ત્યારે આ કામના બિલો મંજૂર કરવામાં આવતા કોના આશીર્વાદથી મંજૂર કરવામાં આવ્યા છે તે બાબતની પણ તપાસ થવી જરૂરી છે. ભાડેર–લૂંઘિયા માર્ગ પરના પુલની કામગીરી સામે ઊઠેલા સવાલોને પગલે ધારી વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલા અન્ય પુલોની પણ ગુણવત્તા ચકાસવાની જરૂરિયાત ઉભી થઈ છે. સંબંધિત તંત્ર દ્વારા પુલના બાંધકામનાં નમૂનાઓની ટેકનિકલ તપાસ કરાવી, કામના અંદાજ, વપરાયેલી સામગ્રી, ગુણવત્તા ચકાસણીના અહેવાલો અને બિલોની મંજૂરીની પ્રક્રિયાની સમીક્ષા કરવી જોઈએ. જાહેર નાણાંના ખર્ચે બનેલા રસ્તા અને પુલ લાંબા સમય સુધી ટકાઉ રહે તે જરૂરી છે. આ વિસ્તારમાં વિકાસના દરેક કામ રાજકીય કાર્યકરો જ કરે છે ધારી બગસરા વિસ્તારમાં વિકાસનું કોઈપણ કામ સતાધારી પક્ષ સાથે જોડાયેલા રાજકીય કાર્યકરો દ્વારા જ કરવામાં આવે છે, અને એ પણ નેતાઓ સાથે સંકળાયેલા હોય તેવા કાર્યકરો જ કામ કરે છે. જેથી સરકારી તંત્ર કામની ગમે તેવી ગુણવત્તા ચલાવી લે છે. ગુણવત્તા નબળી છતાં બિલો મંજૂર આ પુલની ગુણવત્તા ખુબજ નબળી હોય હાથ લગાવતા જ આરસીસી ખરવા લાગે છે. છતાં પણ ગુણવત્તાની યોગ્ય તપાસ કર્યા વિના જ લાખો રૂપિયાના બિલો મંજૂર કરી દેવામાં આવ્યા છે. કામમાં નબળાઈ દેખાઈ આવે છે, અમે નોટિસ મોકલીશું‎ આ કામ ગયા ડિસેમ્બર મહિનાની આસપાસ કરવામાં આવ્યા છે, અમે સ્થળ તપાસ કરી છે. તપાસમાં આ ‎પુલની કામગીરી નબળી હોવાનું જણાયું છે વિભાગ દ્વારા એજન્સીને નોટિસ આપી જવાબ માંગીશું, અને‎ આગળ તપાસ કરીશું. > પ્રશાંત કાજાવદરા, નાયબ કાર્યપાલક ઇજનેર - આરએન્ડ બી જિલ્લા પંચાયત‎
    Click here to Read More
    Previous Article
    મિશ્ર ઋતુનો અનુભવ:અમરેલીમાં લઘુત્તમ પારો ગગડીને 18.2 ડિગ્રી
    Next Article
    ખોપી ગામના વન અધિકાર દાવાઓ પરત‎કરવાના નિર્ણયની સમીક્ષા કરવા માંગ:સુરત માંડવી કચેરીના દસ્તાવેજોમાં દર્શાવાતા અધિકારક્ષેત્ર અંગે સ્પષ્ટતા મંગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment