Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીના વિસતપુરામાં યુવકનું બ્રેઈન હેમરેજથી મોત:મારામારીનો કેસ હવે હત્યામાં બદલાયો, આરોપી પટેલ મયુરકુમાર ઝડપાયો

    1 day ago

    મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિસતપુરા ગામે ગાળો બોલવાની અદાવતમાં યુવક પર થયેલા ઘાતકી હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ (ICU)માં સારવાર હેઠળ રહેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજતાં કડી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ મારામારીના ગુનામાં હત્યાની કલમ ઉમેરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મયુરે મોઢા પર મુક્કા માર્યા હતા ગત 19 ઓક્ટોબરના રોજ રાત્રે વિસતપુરા ગામે ઈશ્વરજી હમીરજી ઠાકોર ઊભા હતા, ત્યારે ગામમાં જ રહેતા મયુરકુમાર ઘનશ્યામભાઈ પટેલે અગાઉ ગાળો બોલવા બાબતે તેમની સાથે તકરાર શરૂ કરી હતી. ઈશ્વરજીએ ઇનકાર કરવા છતાં ઉશ્કેરાયેલા આરોપી મયુરે મોઢા પર મુક્કા માર્યા હતા અને ઈશ્વરજીનું માથું પકડીને નજીકમાં ઊભેલી રિક્ષા સાથે જોરથી અથડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. માથામાં ગંભીર ઈજાના કારણે બ્રેઈન હેમરેજ થયું હુમલા બાદ ઈશ્વરજી ઘરે જતા રહ્યા હતા, પરંતુ માથા અને આંખના ભાગે સતત દુખાવો રહેતો હતો. 22 ઓક્ટોબરના રોજ ચહેરા પર ગંભીર સોજો દેખાતાં ભાઈ દિનેશજીએ પૂછપરછ કરતાં સમગ્ર બનાવ સામે આવ્યો હતો. પરિવારે 108 મારફતે તેમને દર્શન હોસ્પિટલ, ત્યારબાદ ગાંધીનગર સિવિલ અને વધુ ગંભીર હાલત જણાતાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબી તપાસમાં માથામાં ગંભીર ઈજાના કારણે બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું. સારવાર દરમિયાન ઈશ્વરજી ઠાકોરનું મોત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર દરમિયાન ઈશ્વરજી ઠાકોરનું મોત નિપજતાં કડી પોલીસે અગાઉ નોંધાયેલા ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો અને ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મયુરકુમાર પટેલને પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. નાની બોલાચાલીમાં યુવકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 19 આરોગ્ય સંસ્થાઓનું લોકાર્પણ:2 પ્રાથમિક અને 17 પેટા કેન્દ્રો ખુલ્લા મુકાયા, અમદાવાદ સિવિલથી મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ ખાતમૂહુર્ત કર્યુ
    Next Article
    છૂટાછેડા મેળવી અલગ રહેતી મહિલાના ઘરે પૂર્વ પતિનો હુમલો:પૂર્વ પતિએ પ્રથમ પત્ની અને પુત્ર સાથે મળી મહિલાને ઢોરમાર માર્યો, 3 સામે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment