Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણી, ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન:ત્રણ સ્થળે સેન્સ પ્રક્રિયા શરૂ, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના આ 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે

    6 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતાં પાટનગરમાં રાજકીય ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. આજથી ઉમેદવારી પત્રો ભરવાની સત્તાવાર પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેની સાથે જ વિજયી બનવા ઉત્સુક દાવેદારોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ શહેરભરમાં ચૂંટણીનો શંખનાદ આજે વાગવાની તૈયારીઓમાં છે. ત્યારે આજે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ કરાયું છે. પૂર્ણેશ મોદી સહિતના આ 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે ચૂંટણીજંગમાં યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા આજથી જ વ્યાપક સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ ધારાભભ્ય દુષ્યંત પટેલ અને ભાજપ આગેવાન શબ્દશરણ બ્રહ્મભટ્ટની નિરીક્ષક તરીકે વિશેષ નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે ગાંધીનગરના સેક્ટર-28 જીઆઈડીસી, સેક્ટર-16 સ્થિત બ્રહ્મભવન તેમજ રાયસણના આર. કે. પટેલ ફાર્મ ખાતે જુદા જુદા વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી યાદી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલાશે. જ્યાં આખરી મંથન બાદ મહાનગરપાલિકાના કુલ 44 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ બે કચેરીમાં ફોર્મ મળશે તંત્ર દ્વારા તમામ 11 વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 5 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરી દેવામાં આવી છે. ફોર્મ વિતરણ અને સ્વીકારવાની વ્યવસ્થા હેઠળ વોર્ડ-1થી 4ના ફોર્મ જિલ્લા પંચાયત કચેરી ખાતે અને વોર્ડ-5થી 11ના ફોર્મ કલેક્ટર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટોની મથામણ ચાલું, આપની યાદી જાહેર જ્યારે આદર્શ આચારસંહિતાના કડક અમલીકરણ માટે સ્પેશિયલ નોડલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. આ વખતની મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આપ દ્વારા 23 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં હજુ ટિકિટોની મથામણ ચાલી રહી છે. 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ આજ 21થી 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ફોર્મ ચકાસણી થશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 29 સપ્ટેમ્બરની સાંજે જ ચૂંટણી જંગનું આખરી અને સ્પષ્ટ ચિત્ર સામે આવી જશે.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટક વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ આખું વંદે માતરમ ગાયું:2 પેરા પછી રેકોર્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું; રાજ્યમાં પુરુ રાષ્ટ્રગીત ગાવા પર પ્રતિબંધ
    Next Article
    બોમ્બની ધમકી વચ્ચે સોમનાથમાં સુરક્ષા યથાવત:BDDS-ડોગ સ્ક્વોડ અને QRTની સઘન તપાસ, મંદિરની સુરક્ષા પહેલેથી જ બે લેયરમાં; સતર્કતા વધારાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment