Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટક વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ આખું વંદે માતરમ ગાયું:2 પેરા પછી રેકોર્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું; રાજ્યમાં પુરુ રાષ્ટ્રગીત ગાવા પર પ્રતિબંધ

    6 hours ago

    કર્ણાટક વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે સોમવારે વંદે માતરમને લઈને વિવાદ થયો. વિધાનસભામાં વંદે માતરમનું રેકોર્ડિંગ માત્ર બે પેરા બાદ જ અટકાવી દેવામાં આવ્યું. આ પછી BJPના ધારાસભ્યોએ વિરોધ કર્યો અને બાકીના 4 અંતરા પોતે ગાયા. વિધાનસભામાં પણ BJPના સભ્યોએ આખું ગીત ગાયું અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. કર્ણાટક સરકારે દુષ્કાળની સ્થિતિ અને પશ્ચિમ ઘાટ સાથે જોડાયેલા કસ્તૂરીરંગન અહેવાલ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારે 2 અંતરાનો આદેશ આપ્યો છે કર્ણાટકની કોંગ્રેસ સરકારે સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમના પ્રથમ બે અંતરા ગાવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત વિધાનસભા અને વિધાન પરિષદમાં બે અંતરા બાદ રેકોર્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું. જોકે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા રાજ્યપાલની હાજરીવાળા કાર્યક્રમોમાં આ નિયમ લાગુ નહીં પડે. કોંગ્રેસે નક્કી કર્યું હતું—વંદે માતરમના બે અંતરા ગાવામાં આવશે આ જ વર્ષે 9 જુલાઈએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્દેશ આપ્યો હતો કે તમામ સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન ‘જન-ગણ-મન’ સાથે ‘વંદે માતરમ’ના તમામ 6 પદ ગાવામાં આવે. ત્યારબાદ 19 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ વંદે માતરમને લઈને 1937ના પોતાના ઠરાવનું પાલન કરવાનો નિર્ણય લીધો. આ ઠરાવ હેઠળ પાર્ટીના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતના માત્ર 2 અંતરા ગાવામાં આવે છે. 2026માં વંદે માતરમના અપમાન પર કાયદો બનાવાયો 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ 'વંદે માતરમ'ને રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું હતું. લાંબા સમય સુધી તેના અપમાન પર કોઈ અલગ કાયદો નહોતો, પરંતુ 2026ના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારે 'રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ' બનાવ્યો. આ કાયદા હેઠળ 'વંદે માતરમ'ના ગાનને જાણીજોઈને રોકવું, તેમાં વિક્ષેપ પાડવો અથવા તેનું જાહેરમાં અપમાન કરવું દંડનીય ગુનો માનવામાં આવ્યો છે. આવું કરવા પર 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. આ વખતે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પહેલી વાર લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘વંદે માતરમ’ના સંપૂર્ણ 6 અંતરા ગવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    Chhatron ki Goonj | Akhilesh Yadav: बुजुर्ग महिला के अपमान पर क्या बोले अखिलेश? Rahul Gandhi Indore
    Next Article
    ગાંધીનગર મનપા ચૂંટણી, ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન:ત્રણ સ્થળે સેન્સ પ્રક્રિયા શરૂ, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના આ 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment