Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા દરમિયાન ચાવડીગેઇટમાંથી 9 ફોન સાથે શખસ ઝડપાયો:શંકાસ્પદ ત્રણ મહિલા સહિત 13ની પુછપરછ, એન્ટી પીક પોકેટીંગ અને ચેઈન સ્નેચીંગ સ્કવોડની કામગીરી

    1 day ago

    ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ચેઈન સ્નેચીંગ અને પોકેટીંગના ગુનાઓ અટકાવવા ભાવનગર પોલીસ દ્વારા એક ખાસ એન્ટી પીક પોકેટીંગ અને ચેઈન સ્નેચીંગ સ્કવોડ બનાવવામાં આવી હતી. જે સ્કોવડના સ્ટાફે રથયાત્રા દરમિયાન વોચ રાખી ચાવડી ગેઇટ વિસ્તારમાંથી નવાગામના એક શખસને નવ મોબાઈલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે શંકાસ્પદ જણાતી 3 મહિલા સહિત 13ની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. એન્ટી પીક પોકેટીંગ અને ચેઈન સ્નેચીંગ સ્કવોડ બનાવાઈ હતી ભાવનગર શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો રૂટ 17 કિ.મી.થી વધુ લાંબા રૂટ ઉપર રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતાં હોય છે. આ દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈને અમુક અસામાજિક તત્વો દ્વારા પીક પોકેટીંગ તથા ચેઈન સ્નેચીંગ જેવાં બનાવો બનતાં હોય છે. જે બાબતને ધ્યાને લઈને ભાવનગર પોલીસ દ્વારા આ વર્ષ એન્ટી પીક પોકેટીંગ અને ચેઈન સ્નેચીંગ સ્કવોડ બનાવવામાં આવી હતી. જેમાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતાં જવાનોને ફરજ સોંપવામાં આવતા આ સ્ક્વોડમાં એક પીઆઈ, બે પીએસઆઈ, અને 17 પોલીસ જવાનની ફાળવણી કરવામાં આવી હતી. ચાવડીગેઇટ વિસ્તારમાંથી 9 ફોન સાથે શખસ ઝડપાયો આ રથયાત્રા દરમિયાન ભાવનગર શહેરના ચાવડી ગેટ પોલીસ ચોકી સામે રોડ ઉપરથી શંકાસ્પદ જણાતા રમેશ ઉર્ફે રવિ સવજીભાઈ દિહોરા ઉ.વ.25 (રહે. બસ સ્ટેન્ડ સામે, નવાગામ (ચીરોડા)ની અટક કરી તેની તલાશી લેતા તેના કબજામાંથી રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓના ચોરી કરેલ મોબાઈલ ફોન સહિત 9 મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ ત્રણ મહિલા સહિત 13ની પુછપરછ જ્યારે રથયાત્રા દરમિયાન ભાવનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી તથા પાલીતાણા ટાઉન ખાતેથી શંકાસ્પદ જણાતા 3 મહિલા સહિત 13ની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પ્રણવ ધીરુભાઈ ભાલીયા (રહે.માતલપર તા.જેસર), સુખદેવ દાનાભાઈ મકવાણા (રહે. લાખાજીનગર, બાપુનગર,ઘોઘા રોડ), બહાદુર કાળુભાઈ મકવાણા (રહે. મફ્તનગર, તિલકનગર), સુનિલ ભુપતભાઈ મકવાણા (રહે. તિલકનગર), ભરત ભવાનભાઈ પરમાર, વનરાજ ભરતભાઈ પરમાર, ભારત ભરતભાઈ પરમાર, વિક્રમ નાનુભાઈ વાઘેલા, રોહિત લખુભાઈ પરમાર, રોહિત મુકેશભાઈ પરમાર (રહે તમામ. પાલીતાણા) ને ઝડપી લઈ પુછપરછ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં મેઘરાજાની એન્ટ્રી:2 કલાકમાં દોઢ ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    વડોદરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેઇન સ્નેચિંગના બે બનાવ:જગન્નાથની રથયાત્રામાં ભીડનો લાભ લઈ બે મહિલાના ગળામાંથી ચેઇન અને મંગળસૂત્ર તોડી ગઠિયા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment