Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેઇન સ્નેચિંગના બે બનાવ:જગન્નાથની રથયાત્રામાં ભીડનો લાભ લઈ બે મહિલાના ગળામાંથી ચેઇન અને મંગળસૂત્ર તોડી ગઠિયા ફરાર

    23 hours ago

    વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કાલાઘોડા સર્કલ પાસે ભારે ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવા છતા 2.20 લાખ રૂપિયાના કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. સયાજીગંજ પોલીસે 2 ગુના નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ચેઇન સ્નેચિંગની બે ફરિયાદ નોંધાઈ વડોદરા શહેરના ન્યૂ સમા રોડ સ્થિત ભગવતનગર સોસાયટીમાં રહેતા જાનકીબેન પરાગભાઈ પરમારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 16 જુલાઈના રોજ સાંજે લગભગ 4 વાગ્યે તેઓ કાલાઘોડા સર્કલ પાસે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદ લેવા માટે ભીડમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન આશરે 40થી 45 વર્ષનો અજાણ્યો શખ્સ તેમના ગળામાંથી અંદાજે એક તોલા વજનની રૂ.1.10 લાખ કિંમતની સોનાની ચેન આંચકી ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગઠિયો 1.10 લાખનું સોનાનું મંગળસૂત્ર આંચકી ફરાર બીજા બનાવમાં સમતા-સુભાનપુરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન સુરજ મોરેએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પણ રથયાત્રા દરમિયાન રથની આગળ દોરડું ખેંચવા જઈ રહ્યા હતા ત્યારે પિસ્તા રંગનું આખી બાંયનું શર્ટ પહેરેલો અને આશરે 40થી 45 વર્ષની ઉંમરનો મજબૂત બાંધાનો શખ્સ તેમના ગળામાંથી અંદાજે એક તોલા વજનનું રૂ.1.10 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકી ફરાર થઈ ગયો હતો. સયાજીગંજ પોલીસે 2 અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા દરમિયાન ચાવડીગેઇટમાંથી 9 ફોન સાથે શખસ ઝડપાયો:શંકાસ્પદ ત્રણ મહિલા સહિત 13ની પુછપરછ, એન્ટી પીક પોકેટીંગ અને ચેઈન સ્નેચીંગ સ્કવોડની કામગીરી
    Next Article
    Apple Pips Nvidia As World's Biggest Company As Chipmaker's Shares Dip 3.7%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment