Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોમ્બની ધમકી વચ્ચે સોમનાથમાં સુરક્ષા યથાવત:BDDS-ડોગ સ્ક્વોડ અને QRTની સઘન તપાસ, મંદિરની સુરક્ષા પહેલેથી જ બે લેયરમાં; સતર્કતા વધારાઈ

    7 hours ago

    વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યાના અહેવાલો વચ્ચે સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. ધમકીની જાણ થતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પહેલેથી જ બે લેયરમાં ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થાને યથાવત રાખીને માત્ર સતર્કતા વધારવામાં આવી છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ ધમકીભર્યા ઈ-મેઈલ બાદ મંદિર પરિસરમાં આવતા-જતા લોકો, સંવેદનશીલ સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈપણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. BDDS, ડોગ સ્ક્વોડ અને QRTની ટીમો સક્રિય ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ-BDDS, ડોગ સ્ક્વોડ અને QRT સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના અન્ય મહત્વના સ્થળોને પણ તાજેતરમાં ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. DYSP મહાદેવ ચૌધરીએ સ્થિતિ સ્પષ્ટ કરી સોમનાથ મંદિરની હાલની સુરક્ષા વ્યવસ્થા અંગે DYSP મહાદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષા પહેલેથી જ બે લેયરમાં છે. ધમકી બાદ સુરક્ષામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ તકેદારી વધારીને જરૂરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દર્શન અને સામાન્ય કામગીરી યથાવત ધમકી બાદ સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું માળખું બદલવામાં આવ્યું નથી. જોકે સુરક્ષા કર્મચારીઓ દ્વારા દરેક સંભવિત પાસા પર વધુ બારીક નજર રાખવામાં આવી રહી છે. મંદિર ખાતે દર્શન અને અન્ય સામાન્ય કામગીરી યથાવત રાખવામાં આવી છે. ધમકીભર્યા ઈ-મેઈલની વિશ્વસનીયતા અંગે તપાસ દરમિયાન, સોમનાથ મંદિરને મળેલો ધમકીભર્યો ઈ-મેઈલ કેટલો વિશ્વસનીય છે અને તે કોણે મોકલ્યો છે તે અંગે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ ઈ-મેઈલના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા ચૂંટણી, ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન:ત્રણ સ્થળે સેન્સ પ્રક્રિયા શરૂ, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના આ 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે
    Next Article
    જૂની અદાવતમાં આર્મીમેનના હુમલાથી ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત:કેશોદમાં આર્મીમેનના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ચાર મહિનાની સારવાર બાદ મૃત્યુ થતાં પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment