Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતમાં આર્મીમેનના હુમલાથી ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત:કેશોદમાં આર્મીમેનના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ચાર મહિનાની સારવાર બાદ મૃત્યુ થતાં પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ ધરી

    7 hours ago

    ​કેશોદ તાલુકાના જોનપુર અને જવાહરનગર ગામ વચ્ચે 7 જૂન 2026ના રોજ એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. બામણાસા ઘેડ ગામના 62 વર્ષીય વયોવૃદ્ધ દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા કેશોદ કોર્ટમાં ચાલી રહેલા કેસની તારીખ ભરીને છકડો રિક્ષામાં પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન જૂની અદાવતનો ખાર રાખીને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ઇન્દ્રેશ (ઇન્દ્રજીત) અર્જનભાઈ વડીયાતરે મોટરસાયકલ રિક્ષા આગળ ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ દેવાયતભાઈને રિક્ષામાંથી બળજબરીપૂર્વક નીચે ખેંચીને લોખંડના પાઇપ, સરિયા અને છરી વડે બેરહેમીથી આડેધડ હુમલો કર્યો હતો. ​આ ઘાતકી હુમલામાં વૃદ્ધ દેવાયતભાઈના બંને હાથ-પગ ભાંગી ગયા હતા અને માથામાં છરીના ઘા વાગવાથી ગંભીર હેમરેજ થઈ ગયું હતું. આરોપી તેમને ગંભીર હાલતમાં રસ્તા નજીકની ગટરમાં ફેંકીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના અંગે ભોગ બનનારના પુત્ર લલિતભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને પ્રથમ કેશોદ સરકારી હોસ્પિટલ, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સતત ચાર મહિના સુધી ચાલેલી સારવાર બાદ આખરે વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. ​ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂન 2026માં એક બનાવ બન્યો હતો. જેમાં બામણાસા ગામના વતની એવા 61 વર્ષીય દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા પર તેમના જ ગામના આરોપી ઈન્દ્રજીત અર્જણભાઈ વડીયાતર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ આરોપીના પિતા અર્જણભાઈ વિરૂદ્ધ મૃતક દેવાયતભાઈ માકડીયાએ ગુનો દાખલ કરાવેલો હતો. તે બાબતનું મનદુઃખ રાખીને જૂની અદાવતના કારણે આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ​ઈજાગ્રસ્ત દેવાયતભાઈને પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેમનું અવસાન થવા પામ્યું છે. આરોપી ઈન્દ્રજીત અર્જણભાઈ વડીયાતર આર્મીમાં ફરજ બજાવતો હોય, તેના વિરૂદ્ધ પૂરતા પુરાવા એકઠા કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવ્યું છે અને હાલ આરોપી જેલમાં જ બંધ છે. ​ઈજાગ્રસ્ત દેવાયતભાઈનું અવસાન થતાં કેશોદ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી દ્વારા હવે આ ગુનાના કામમાં મર્ડરની કલમ BNS-103નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. આ સાથે જરૂરી તમામ પુરાવાઓ એકઠા કરીને આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોમ્બની ધમકી વચ્ચે સોમનાથમાં સુરક્ષા યથાવત:BDDS-ડોગ સ્ક્વોડ અને QRTની સઘન તપાસ, મંદિરની સુરક્ષા પહેલેથી જ બે લેયરમાં; સતર્કતા વધારાઈ
    Next Article
    શખસે 3 લોકો પર છરીથી હુમલો કર્યો, CCTV:કુંભારવાડામાં ઘર પાસે ગાળો બોલાવાની ના પાડતા ઉશ્કેરાઈને આતંક મચાવ્યો, બે શખસ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment