Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 19 આરોગ્ય સંસ્થાઓનું લોકાર્પણ:2 પ્રાથમિક અને 17 પેટા કેન્દ્રો ખુલ્લા મુકાયા, અમદાવાદ સિવિલથી મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ ખાતમૂહુર્ત કર્યુ

    1 day ago

    સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં કુલ 19 આરોગ્ય સંસ્થાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમાં 2 પ્રાથમિક અને 17 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યવ્યાપી આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા અને શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા પણ હાજર રહ્યા હતા. આ રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જિલ્લાને રૂપિયા 11.31 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડિયા, મેયર રાકેશ રાઠોડ, ધારાસભ્ય પરસોત્તમ પરમાર, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, આરોગ્ય સમિતિના ચેરમેન નટુ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.જી. ગોહિલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    "Keep Your Head Cool": Khabib Nurmagomedov Sends Powerful Message To Movsar Evloev Before UFC 333
    Next Article
    કડીના વિસતપુરામાં યુવકનું બ્રેઈન હેમરેજથી મોત:મારામારીનો કેસ હવે હત્યામાં બદલાયો, આરોપી પટેલ મયુરકુમાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment