Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજલપોરમાં પાંચ વર્ષથી અધૂરો ઓવરબ્રિજ મુશ્કેલીનું કારણ:અસહ્ય ટ્રાફિક અને ધૂળથી સ્થાનિકો પરેશાન;શાસક પક્ષનો દિવાળી સુધીમાં બ્રિજ શરૂ કરવાનો દાવો

    1 day ago

    નવસારીના વિજલપોર ખાતે આવેલો રેલવે ઓવરબ્રિજ છેલ્લા પાંચ વર્ષથી અધૂરી હાલતમાં લટકી રહ્યો છે. આ વિલંબના કારણે સ્થાનિક રહીશો સતત ટ્રાફિક જામ, ભારે ધૂળની ડમરીઓ અને લાંબા ડાયવર્ઝનથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષ દ્વારા સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે સામે પક્ષે શાસક તંત્રે આગામી દિવાળી સુધીમાં બ્રિજ નાગરિકો માટે શરૂ કરી દેવાની ખાતરી આપી છે. મૂળ પ્લાનિંગમાં ખામીથી વાહનચાલકો પરેશાન રેલવે ફાટક વારંવાર બંધ રહેવાના કારણે અને બ્રિજનું બાંધકામ ચાલુ હોવાથી લોકોને ગાંધી સ્મૃતિ કે સ્ટેશન રોડ પરથી લાંબો ચકરાવો કાપીને જવું પડે છે. સ્થાનિક રહીશ અભિષેક પાંડેએ જણાવ્યું હતું કે બ્રિજના મૂળ પ્લાનિંગમાં જ ખામીઓ રહેલી છે. યોગ્ય સર્વિસ રોડ બનાવવામાં ન આવતાં વેપારીઓ અને વાહનચાલકો રોજિંદા કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે, જ્યારે ઉડતી ધૂળથી શ્વાસ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઝડપથી વધી રહી છે. કમિશનર-મેયરની નિષ્ફળ મુલાકાતનો વિપક્ષનો આક્ષેપ કોંગ્રેસ પક્ષે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવે છે પરંતુ તેના પૂર્ણ થવાની કોઈ ચોક્કસ સમયમર્યાદા હોતી નથી. કોંગ્રેસના સ્થાનિક સભ્ય પ્રભાબેન વલસાડિયાએ ઉમેર્યું હતું કે કમિશનર અને મેયરની વારંવારની સ્થળ મુલાકાતો અને નિરીક્ષણ છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિક પ્રજા પાંચ વર્ષથી કાયમી ઉકેલની રાહ જોઈને થાકી ગઈ છે. દિવાળીમાં ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાની સત્તાધીશોની ખાતરી બીજી તરફ મેયર અશોકભાઈ ધોરાજીયાએ દાવો કર્યો છે કે કામ ઝડપથી પૂરું કરવા પ્રશાસન દ્વારા તમામ શક્ય પ્રયાસો હાથ ધરાયા છે. અટકેલા ફંડની ચુકવણી કરી દેવાઈ છે અને ચોમાસા દરમિયાન પણ કામગીરી ચાલુ રખાઈ હતી. તમામ ટેકનિકલ અડચણો દૂર કરાઈ હોવાથી આગામી દિવાળીના તહેવારો દરમિયાન આ ઓવરબ્રિજ નાગરિકો માટે ખુલ્લો મૂકી દિવાળીની ભેટ આપવાની પૂરી તૈયારી છે. વાયદાઓથી કંટાળેલા નાગરિકો તંત્ર અને સત્તાધીશો દ્વારા દિવાળી સુધીમાં બ્રિજ ચાલુ કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાંચ વર્ષથી અસહ્ય પીડા ભોગવી રહેલા વિજલપોરના નાગરિકો હવે માત્ર વાયદાઓ નહીં પરંતુ પ્રત્યક્ષ રાહત ઈચ્છી રહ્યા છે. સ્થાનિકોમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે આ વખતે તંત્રનો દાવો સાચો પડશે કે પછી જનતાને હજુ પણ લાંબી રાહ જોવી પડશે.
    Click here to Read More
    Previous Article
    બેચરાજી ગામના તળાવમાંથી યુવકનો તરતો મૃતદેહ મળ્યો:42 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તળાવમાં કૂદી જીવન ટૂંકાવ્યું, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
    Next Article
    60 ફૂટ કૂવામાંથી બાળ કપિરાજ બચાવાયું:રેસ્ક્યુ ફાઉન્ડેશન ટીમે ત્રણ ટોર્ચની બેટરી પૂરી થવા છતાં કામગીરી પાર પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment