Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવમાં ખરાબ હવામાનના કારણે ઈન્ડિગોની ફ્લાઇટ ડાઈવર્ટ કરાઈ:નવી મુંબઈ-દીવની ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ, 42 મુસાફરો સુરક્ષિત

    8 hours ago

    દીવ એરપોર્ટ વિસ્તારમાં અચાનક પલટાયેલા ખરાબ હવામાનને કારણે નવી મુંબઈથી દીવ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે તાત્કાલિક ડાઈવર્ઝન કરવામાં આવ્યું હતું. પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પાયલટની સતર્કતાથી વિમાન બપોરે 12:22 વાગ્યે સુરત એરપોર્ટના રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું, જેથી તમામ મુસાફરો અને એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. દીવમાં હવામાન ખરાબ હોવાથી લેન્ડિંગ શક્ય બન્યું નહોતું નવી મુંબઈ એરપોર્ટ પરથી દીવ જવા માટે ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-7023 રવાના થઈ હતી. વિમાન જ્યારે દીવ એરપોર્ટ નજીક પહોંચ્યું ત્યારે ત્યાં ભારે પવન અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે લેન્ડિંગ શક્ય બન્યું ન હતું. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધ્યા બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ફ્લાઇટને તાબડતોબ સુરત એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઇટને સુરત ડાઈવર્ટ કરીને એરપોર્ટ પર લેન્ડિંગ કરાઈ સુરત એરપોર્ટ પર જરૂરી ક્લિયરન્સ મળતા જ ફ્લાઇટનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને વિમાનને બે નંબર-05 પર પાર્ક કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં કુલ 42 મુસાફરો સવાર હતા અને તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. એરલાઇન્સ સ્ટાફ દ્વારા મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ આગળની મુસાફરી અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ખાંડના ભાવ વધારા સામે વાંસદા કોંગ્રેસનો વિરોધ:ધારાસભ્ય અનંત પટેલે 'ચીની પે ચર્ચા' કરી;સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા
    Next Article
    સાયકલ પર રાઉન્ડ બાદ હવે જાતે સફાઈ:રાજકોટ સિવિલ અધિક્ષકે વાઈપર પકડી ઇમરજન્સી વોર્ડ બહાર સફાઈ કરી, દર્દીઓની સ્વચ્છતા-સારવાર માટે કટિબદ્ધતા દર્શાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment