Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાંદલજામાં ભૂવો પડતા સ્થાનિકોનો બેનર સાથે વિરોધ:પત્રકાર ચાર રસ્તા પાસે ભૂવો પડતા સ્થાનિકો-વાહનચાલકો પરેશાન, અધિકારીઓની નિષ્કાળજી જવાબદાર હોવાના આક્ષેપ

    7 hours ago

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે અચાનક રસ્તા પર વિશાળ ભૂવો પડી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. પાલિકા તંત્રની કથિત બેદરકારી અને નબળી કામગીરી સામે સ્થાનિક લોકો તેમજ સામાજિક કાર્યકરોમાં ચિંતા સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાના કારણે લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ત્યારે સ્થાનિકોએ આજે બેનર લગાવી વિરોધ કર્યો હતો. તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ તાંદલજા વિસ્તારમાં વધુ એક વખત ખાડો પડ્યો હતો. આ મામલે સામાજિક કાર્યકર વસીમ શેખ, વકાર પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજી તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અવારનવાર રસ્તાઓ બિસ્માર થવાની અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેના કારણે અકસ્માતનો મોટો ભય સતત તોળાઈ રહ્યો છે. પાણીની લાઇન પણ અનેક વાર લીકેજ થઈ સામાજિક કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ચોક્કસ સ્થળે અગાઉ પણ પાણીની મુખ્ય લાઇનમાં વારંવાર લીકેજ થવાની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. આ અંગે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી. આમ છતાં, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતનું કાયમી ઉકેલ લાવવા માટેનું નક્કર પગલું ભરવામાં આવ્યું ન હતું. માત્ર ઉપરછલ્લું અસ્થાયી કામ કરીને સંતોષ માની લેવાતો હતો, જેના પરિણામે આજે વળી પાછો આ મોટો ભૂવો પડી ગયો છે. અધિકારીઓની નિષ્કાળજી જવાબદાર હોવાના આક્ષેપ સ્થાનિક કાર્યકરોના મતે રસ્તા પર પડેલા ભુવા પાછળ સંપૂર્ણપણે જવાબદાર અધિકારીઓની આળસ, બેદરકારી, નિષ્કાળજી અને કામમાં કરવામાં આવતી લોલમલોલ જવાબદાર છે. તેમણે વિરોધના ભાગરૂપે ભુવા પાસે બેરીકેટ ગોઠવીને તેના પર તંત્રની નિષ્ક્રિયતા દર્શાવતા વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધાં હતાં. આ અનોખા અને સર્જનાત્મક વિરોધ પ્રદર્શન દ્વારા સામાજિક કાર્યકરોએ મહાનગરપાલિકાનું ધ્યાન દોરીને માગ કરી છે કે, માત્ર થીગડાં મારવાના બદલે પાણીની લાઇનના વારંવાર થતા લીકેજનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને રસ્તાનું ગુણવત્તાસભર સમારકામ સત્વરે હાથ ધરવામાં આવે જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના પેન્શનર્સ માટે મોટા સમાચાર:મુંબઈ ક્રાઈમ બ્રાંચની સુરતમાં મોટી કાર્યવાહી, વંદે ભારત પર પથ્થરમારો કરનાર ઝડપાયા, ગીરમાં 21 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા
    Next Article
    ભાજપના બક્ષીપંચ મોરચામાં સંગઠનાત્મક ફેરફાર:25 હોદ્દેદારોની નિમણૂક, જાણો કોને કયા જિલ્લાની જવાબદારી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment