Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના તહેવારો વડોદરા ફાયર વિભાગ સજ્જ:આગની ઘટના અટકાવવા લોકો માટે માર્ગદર્શિકા જાહેર, સાવચેતીથી તહેવાર ઉજવવા અપીલ

    6 hours ago

    દિવાળી પર્વને હજુ 15 દિવસ બાકી છે ત્યારે આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નગરજનો ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હાલથી જ સજ્જ બન્યું છે. વડોદરા શહેરમાં દિવાળીના પાવન અને ઉત્સાહભર્યા તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના કારણે સર્જાતી આગ જેવી અણધારી દુર્ઘટનાઓ અને અકસ્માતોને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાગરિકોની જાગૃતિ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સવિસ્તાર માર્ગદર્શિકાત્મક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર આ વિશેષ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સાવચેતી વધારવાનો અને સલામત રીતે દિવાળીની ઉજવણી કરવાનો છે. તહેવારોની મોસમમાં અવારનવાર ફટાકડાની ચિનગારીથી આસપાસના વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓમાં ખાસ કરીને બાળકોની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે પણ નાના બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે તેમની સાથે પરિવારના વડીલોએ અનિવાર્યપણે હાજર રહેવું જોઈએ અને ફટાકડાથી પૂરતું સલામત અંતર જાળવવું અત્યંત આવશ્યક છે. ફટાકડા ફોડતા કેવા કપડાં પહેરવા તે અંગે માર્ગદર્શન આ ઉપરાંત, ફટાકડા ફોડતી વખતે નાગરિકોએ નાયલોન કે સિન્થેટિક કપડાં પહેરવાને બદલે માત્ર સુતરાઉ (કોટન) કપડાં જ પહેરવા જોઈએ કારણ કે સિન્થેટિક કપડાં આગ ઝડપથી પકડે છે. ફટાકડા સળગાવતી વખતે અન્ય ફટાકડાઓનો જથ્થો નજીકમાં ખુલ્લો રાખવો નહીં. આકાશી કે રોકેટ જેવા ઊંચે જનારા ફટાકડાઓ સાંકડી ગલીઓ કે ભીડભાડવાળા વિસ્તારોમાં ફોડવાને બદલે હંમેશા ખુલ્લા મેદાનમાં જ ફોડવા હિતાવહ છે. ઘરની આસપાસ અને સલામતીની દૃષ્ટિએ પણ અનેક મહત્વની કાળજી લેવા તાકીદ કરવામાં આવી છે. મકાનોની છત, અગાસી કે છાપરા પર પ્લાસ્ટિક, લાકડું, જૂના ગાદલાં, કાગળ, સૂકું ઘાસ કે અન્ય કોઈપણ જ્વલનશીલ પદાર્થો ખુલ્લા રાખવા નહીં. આગે લાગે તો પ્રાથમિક શું કરવું તે અંગે પણ માહિતી જો આસપાસ કોઈ ખુલ્લા પ્લોટ કે જગ્યામાં કચરો કે માલસામાન પડ્યો હોય તો તેની યોગ્ય સફાઈ કરી લેવી જોઈએ જેથી આગ પ્રસરે નહીં. આગની આકસ્મિક સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે પાણી ભરેલા ડ્રમ્સ કે બાલ્દીઓ તૈયાર રાખવા સૂચવાયું છે. આ ઉપરાંત, ગાડીઓ કે વાહનો પર જ્વલનશીલ પ્લાસ્ટિકનાં કવર ઢાંકીને રાખવાનું ટાળવું જોઈએ જેથી ફટાકડાની ચિનગારીથી વાહનો આગની ઝપેટમાં ન આવે. પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ન ફોડવા છેલ્લે, ફાયર વિભાગે સ્પષ્ટ અપીલ કરી છે કે, જો કોઈ ફટાકડો ફૂટ્યા વગરનો રહી જાય તો તેને ફરીથી સળગાવવાનો કે તેની નજીક જવાનો અખતરો ક્યારેય ન કરવો જોઈએ, કારણ કે આવી નાની બેદરકારી ગંભીર ઈજાઓનું કારણ બની શકે છે. ફટાકડા ફોડતી વખતે જો આગ જેવી દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ધોરણે પાણીનો છંટકાવ કરી શકાય તેવી પૂરતી વ્યવસ્થા રાખવી જરૂરી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ન ફોડવા તેમજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફટાકડા ફોડવાથી દૂર રહેવા માટે પણ નાગરિકોને કડક સૂચના આપવામાં આવી છે, જેથી તહેવારનો આનંદ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે માણી શકાય.
    Click here to Read More
    Previous Article
    પાટણ જૂનાગંજ ઓટલા પરિષદના સભ્યોનું સન્માન કરાયું:જહુધામ પાટોત્સવ, ધારણોજ તરફથી નવીનભાઈ વાણીયાએ કાર્યક્રમ યોજ્યો
    Next Article
    ભાજપની વિદેશ નીતિ સંપૂર્ણ નિષ્ફળ:વડાપ્રધાન મોદી દેશના ઓછા અને વિદેશના પ્રધાનમંત્રી વધારે, ઈન્દિરા ગાંધીએ દબાણ વગર પાકિસ્તાનના બે ટુકડા કર્યા, વર્તમાન સરકાર અમેરિકા સામે ઘૂંટણિયે: સુખરામ પાન્સે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment