Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જૂનાગંજ ઓટલા પરિષદના સભ્યોનું સન્માન કરાયું:જહુધામ પાટોત્સવ, ધારણોજ તરફથી નવીનભાઈ વાણીયાએ કાર્યક્રમ યોજ્યો

    6 hours ago

    પાટણ જૂનાગંજ ઓટલા પરિષદના સભ્યોનો સન્માન કાર્યક્રમ પાટણની બંસી કાઠીયાવાડી હોટલ, સંખારી ત્રણ રસ્તા ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં નવીનભાઈ વાણીયાએ 30 સિનિયર સિટીઝન સભ્યોને જહુધામ પાટોત્સવની તસ્વીર અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા. તાજેતરમાં નવીનભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. આ પ્રસંગે ઓટલા પરિષદના સભ્યો તેમને શુભેચ્છા પાઠવવા ઘરે ગયા હતા. તેના પ્રતિભાવ રૂપે આ સન્માન સમારોહ યોજાયો. નવીનભાઈ વાણીયા જહુધામ, ધારણોજ ખાતે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી ગામમાં એકતા અને ભાઈચારો વધારી રહ્યા છે. જૂનાગંજ ઓટલા પરિષદના સભ્યો દેશ-વિદેશના પ્રવાસોનું આયોજન કરે છે. તેઓ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બની મદદરૂપ થાય છે, જે પ્રવૃત્તિ પ્રેરણાદાયી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 64 ધારાશાસ્ત્રીઓના ફોટો અનાવરણનો સમારોહ યોજાયો:19 દિવંગત અને 45 હયાત વકીલોનું બહુમાન;જસ્ટિસ ગીતા ગોપીએ સાબરકાંઠાની પોતાની પ્રથમ પોસ્ટિંગ સંભારી
    Next Article
    દિવાળીના તહેવારો વડોદરા ફાયર વિભાગ સજ્જ:આગની ઘટના અટકાવવા લોકો માટે માર્ગદર્શિકા જાહેર, સાવચેતીથી તહેવાર ઉજવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment