Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 64 ધારાશાસ્ત્રીઓના ફોટો અનાવરણનો સમારોહ યોજાયો:19 દિવંગત અને 45 હયાત વકીલોનું બહુમાન;જસ્ટિસ ગીતા ગોપીએ સાબરકાંઠાની પોતાની પ્રથમ પોસ્ટિંગ સંભારી

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન હિંમતનગર દ્વારા કાકણોલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 19 દિવંગત અને 45 હયાત ધારાશાસ્ત્રીઓના ફોટો અનાવરણનો દ્વિતીય સમારોહ યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે કાયદા ક્ષેત્રના વરિષ્ઠ મહાનુભાવો અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા કાયદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ધારાશાસ્ત્રીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ અને મહાનુભાવોની હાજરી આ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ ગીતા ગોપી, જસ્ટિસ હેમંત પ્રચ્છક, મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ તેમજ જસ્ટિસ એચ.ડી. સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રિન્સિપાલ જજ મનીષ પુરોહિત, બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર શર્મા, કલેક્ટર લલિત નારાયણ સિંહ સાદુ અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. સંસ્કૃતિક પ્રારંભ અને 64 ફોટો અનાવરણ સમારોહનો પ્રારંભ મનોરમ નૃત્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું શાલ અને મોમેન્ટો અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરાયું હતું. વિધિવત દીપ પ્રાગટ્ય બાદ કુલ 64 ધારાશાસ્ત્રીઓના ફોટોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે દરેક ધારાશાસ્ત્રીના જીવન અને તેમની કાયદાકીય કારકિર્દીના વ્યક્તિત્વ વિશે ટૂંકી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. જસ્ટિસ ગીતા ગોપીએ જૂના સંસ્મરણો વાગોળ્યા પોતાના સંબોધનમાં જસ્ટિસ ગીતા ગોપીએ ભાવુક બનીને જણાવ્યું હતું કે તેમની પ્રથમ પોસ્ટિંગ સાબરકાંઠામાં જ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે થઈ હતી. તેમણે ગોધરાકાંડ સાથે સંકળાયેલા વડવાસા બ્રિટિશર કેસનો ઉલ્લેખ કરતાં યાદ કર્યું હતું કે આધુનિક જુબાની સુવિધાની સૌપ્રથમ શરૂઆત પણ આ જ જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમથી વકીલ મંડળ અને ન્યાયતંત્ર વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    જિયોના IPOએ ત્રણ દિવસમાં 7 રેકોર્ડ બનાવ્યા:1 કરોડથી વધુ અરજીઓ મેળવનાર દુનિયાનો પહેલો IPO, દેશનો સૌથી મોટો ઇશ્યૂ બન્યો
    Next Article
    પાટણ જૂનાગંજ ઓટલા પરિષદના સભ્યોનું સન્માન કરાયું:જહુધામ પાટોત્સવ, ધારણોજ તરફથી નવીનભાઈ વાણીયાએ કાર્યક્રમ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment