Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપની વિદેશ નીતિ સંપૂર્ણ નિષ્ફળ:વડાપ્રધાન મોદી દેશના ઓછા અને વિદેશના પ્રધાનમંત્રી વધારે, ઈન્દિરા ગાંધીએ દબાણ વગર પાકિસ્તાનના બે ટુકડા કર્યા, વર્તમાન સરકાર અમેરિકા સામે ઘૂંટણિયે: સુખરામ પાન્સે

    6 hours ago

    ભાજપે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ગૌમાસ નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચંદો લીધો હોવાનો આરોપ ભ્રષ્ટાચાર, વિદેશ નીતિ અને 'વોટ ચોરી'ના મુદ્દે ભાજપ અને ચૂંટણી પંચ સામે મોરચો માંડતી કોંગ્રેસ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ અને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તથા પૂર્વ મંત્રી સુખરામ પાન્સે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, બેઠક દરમિયાન આગામી ચૂંટણીઓની તૈયારીઓ, સંગઠનની મજબૂતી અને ભાજપ સરકારની વિરોધી નીતિઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી સુખરામ પાન્સે ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબો આપતા કોંગ્રેસ પક્ષનો પક્ષ રજૂ કર્યો હતો., 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન હેઠળ કોંગ્રેસ સક્રિય થઈ આગામી ચૂંટણીઓ અને મતદાતા યાદી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે જાગૃત છે. સમગ્ર દેશમાં 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ તેને ગંભીરતાથી શરૂ કરવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ષડયંત્ર હેઠળ અનેક વૈધ મતદાતાના નામો કાપી નાખવામાં આવ્યા છે. બૂથ સ્તર પર કોંગ્રેસના 'વોટ રક્ષક' અને 'બીએલઓ' મતદાતા યાદીનું સુક્ષ્મતાથી વેરીફિકેશન કરી રહ્યા છે. 18 વર્ષના નવા મતદાતાઓના નામ ઉમેરવા, યાદીમાં સુધારા કરવા અને ભાજપ દ્વારા ઉમેરાયેલા બોગસ નામોને દૂર કરવાનું કામ પણ કોંગ્રેસ કરી રહી છે. મત આપવો એ બંધારણ અને દેશના સ્વતંત્રતા સેનાનીઓએ આપેલો મૌલિક અધિકાર છે, જેની રક્ષા કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. દેશની વિદેશ નીતિ પૂરી રીતે નિષ્ફળ છે કોંગ્રેસ ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીના નિવેદન અંગે ઉત્તર આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ઓછા અને વિદેશના પ્રધાનમંત્રી વધારે રહ્યા છે. તેમની અનેક વિદેશ યાત્રાઓ છતાં દેશને કોઈ નક્કર લાભ થયો નથી. તેમણે ઉમેર્યું કે, આજે ભારતની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ભૂતકાળમાં સ્વ. ઈન્દિરા ગાંધીએ કોઈના દબાણ વગર નિર્ણય લઈને પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા, જ્યારે વર્તમાન સરકાર અમેરિકાના દબાણ હેઠળ નિર્ણયો લઈ રહી છે. ટેરિફ હોય કે તેલની ખરીદી, ભારતની વિદેશ નીતિ વિદેશો સામે ઘૂંટણ ટેકવી ચૂકી છે. કોંગ્રેસ નેતાએ ભાજપ પર સંસદમાંથી ભાગવાનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકાર લોકસભામાં પ્રશ્નોના જવાબ આપવાથી મોં ફેરવી લે છે અને ગૃહને પૂરતા દિવસો ચલાવતી નથી. તેમ છતાં, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સમગ્ર દેશમાં બેરોજગારી, મોંઘવારી અને સામાન્ય જનતાના પ્રશ્નો નિડરતાથી ઉઠાવી રહ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, પ્રદેશ કમિટીઓ અને તમામ જિલ્લા તથા બ્લોક સ્તરના કાર્યકર્તાઓ જનતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. રામ મંદિર ચંદો અને ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે પ્રહારો રામ મંદિરમાં ચોરી અને રાજકીય મુદ્દાઓ અંગે વાત કરતા કોંગ્રેસ નેતાએ ભાજપની કથની અને કરનીમાં તફાવત હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે ભગવાન રામ અને ગૌમાતાના નામે વોટ માંગ્યા પરંતુ ધર્મના નામે પણ ભ્રષ્ટાચાર કર્યો છે. ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ગૌમાસ નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ચંદો લેવાનો ગંભીર આરોપ પણ તેમણે ભાજપ પર લગાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની જનતા હવે ભાજપની વાસ્તવિકતા સમજી ચૂકી છે અને આવનારી ચૂંટણીઓમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે...
    Click here to Read More
    Previous Article
    દિવાળીના તહેવારો વડોદરા ફાયર વિભાગ સજ્જ:આગની ઘટના અટકાવવા લોકો માટે માર્ગદર્શિકા જાહેર, સાવચેતીથી તહેવાર ઉજવવા અપીલ
    Next Article
    Why Benjamin Netanyahu is Impossible to Defeat | Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment