Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી:સાબરમતી-બેચરાજી ટ્રેન અને અમદાવાદ-વારાણસી ટ્રેન તહેવારો પહેલાં શરૂ કરવાની માંગ

    6 hours ago

    ગુજરાતના રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવીને આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે સેવાઓ વહેલી તકે શરૂ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. સાંસદ મયંક નાયકે મુખ્યત્વે સાબરમતીથી બેચરાજી અને બેચરાજીથી મહેસાણા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવા તેમજ મહેસાણા થઈને દોડનાર અમદાવાદ-વારાણસી ટ્રેનને દિવાળી પૂર્વે જ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાંસદ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ રૂટો પર નવી પેસેન્જર ટ્રેનો શરૂ થવાથી સ્થાનિક રેલવે કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે. આનાથી માત્ર દૈનિક આવન-જાવન કરતા મુસાફરોને જ નહીં, પરંતુ તહેવારોની આ સિઝનમાં પોતાના વતન જતા પ્રવાસીઓને પણ ખૂબ જ મોટી અને રાહતરૂપ સગવડ મળી રહેશે. વધુમાં રેલવે દ્વારા મુસાફરોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે મહેસાણા થઈને અમદાવાદ અને વારાણસી વચ્ચે વધારાની ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સાંસદે અગાઉ પણ વિનંતી કરી હતી કે, આ ટ્રેન સેવા દિવાળી અને છઠ પૂજા પહેલા શરૂ થાય જેથી તહેવારોમાં મુસાફરી કરતા મુસાફરોને તેનો સીધો લાભ મળી શકે. આ તમામ મહત્વપૂર્ણ પેસેન્જર ટ્રેન સેવાઓ ત્વરિત શરૂ કરવા માટે સંબંધિત રેલવે અધિકારીઓને યોગ્ય અને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીની સ્કૂલમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો:ગાર્ડ રૂમ પાછળ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો; આત્મહત્યાની આશંકા, ઘટનાસ્થળેથી બેગ મળી
    Next Article
    હરિનગર બ્રિજ પર એક સાથે પાંચ વાહન વચ્ચે અકસ્માત:બે કાર, બે રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર, મહિલા સહિત બેના મોત, એન્ડેવર કાર ચાલકની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment