Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 12 માળેથી ઝંપલાવી યુવકનો આપઘાત:પરિણીત યુવાનને માતા પિતાએ ઘરમાંથી કાઢી મુકતા ત્યકતા સાથે મૈત્રી કરાર કરી રહેતો, ઝઘડો થતા કંટાળી સ્ત્રી મિત્રના ઘરે જઈ પગલું ભરી લીધું

    2 days ago

    રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મિય કોલેજની સામે સ્વિમિંગ પુલ પાછળ નંદનવન સોસાયટીમાં રહેતા નિમેષ પરબતભાઈ ભંડેરી (ઉં.વ.42) નામના યુવાને રૈયાગામ સ્મશાન નજીક આવેલી પામ યુનિવર્સ હાઈરાઈઝ બિલ્ડીંગના 12મા માળેથી ઝાંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણ થતા યુનિવર્સીટી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. નિમેષ પરબતભાઈ ભંડેરીના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને આ લગ્નજીવન થકી તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે. કૌટુંબિક વિવાદના કારણે માતા-પિતાએ નિમેષને છેલ્લા બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને હાલમાં તેમના પત્ની રેખા પોતાના બે બાળકો સાથે સાસુ-સસરા સાથે જ રહે છે. બીજી તરફ, નિમેષ છેલ્લા અઢી વર્ષથી છૂટાછેડા લીધેલ આશા પાડલીયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતો હતો. નિમેષ આશાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. કાજલ અને આશા બંને એકબીજાની બહેનપણીઓ હોવાથી નિમેષ અને આશા અવારનવાર કાજલના ઘરે બેસવા માટે જતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે નિમેષ કાજલના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના તમામ સભ્યોને એમ જ હતું કે નિમેષ રૂમમાં સૂઈ ગયો છે. જોકે, મોડી રાત્રે કાજલની પુત્રી પાણી પીવા માટે જાગી ત્યારે તેણે જોયું કે નિમેષ રૂમમાં નથી આથી તેણે ગેલેરીમાંથી નીચે તરફ નજર કરી તો નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને 31મીએ સજા સંભળાવાશે:સજા પર દલીલો પૂર્ણ, સરકાર પક્ષે આરોપીઓને ફાંસી અથવા અંતિમશ્વાસ સુધીની કેદ ફટકારવા રજૂઆત
    Next Article
    હિંમતનગરમાં HIV જાગૃતિ માટે રેલી યોજાઈ:સર પ્રતાપ નર્સિંગ સ્કૂલના 200 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા;ભેદભાવ દૂર કરવા સકારાત્મક સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment