Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગના જામનવિહીર શાળા બાંધકામમાં કાચી ઈંટોનો ઉપયોગ:ગ્રામજનોમાં રોષ: ગુણવત્તાયુક્ત કામની માંગ ઊઠી

    1 week ago

    ડાંગ જિલ્લાના આહવા તાલુકાના જામનવિહીર ગામ ખાતે આવેલી પ્રાથમિક ગુજરાતી શાળાના બાઉન્ડ્રી વોલ અને અન્ય બાંધકામમાં નબળી ગુણવત્તાની ઈંટોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને તેઓએ તાત્કાલિક ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શાળાના બાંધકામમાં વપરાતી ઈંટો અત્યંત કાચી અને નબળી ગુણવત્તાની છે. આવી ઈંટોથી બનેલી દિવાલ લાંબા સમય સુધી ટકી શકશે નહીં અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે શાળા જેવી સંવેદનશીલ જગ્યાએ બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય નહીં. આ મામલે ગ્રામજનોએ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરીને પોતાના માલિક સાથે વાત કરવાનું સૂચવ્યું હતું. કોન્ટ્રાક્ટરના આ જવાબથી ગ્રામજનોમાં વધુ અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો. જામનવિહીર પ્રાથમિક ગુજરાતી શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નબળી ગુણવત્તાના બાંધકામને કારણે જો દિવાલ ધરાશાયી થાય અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે શાળાના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાનું મટીરીયલ વપરાય, કામની યોગ્ય તકનીકી તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મજબૂત તથા ટકાઉ દિવાલનું નિર્માણ કરવામાં આવે. હવે સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સુશાસનના 12 વર્ષની ઉજવણી:જનકલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને સ્થળ પર જ સહાય-લાભ અપાયા
    Next Article
    સુરક્ષા અભેદ્ય બનાવાશે:ગાંધીનગર જિલ્લામાં જાહેર સ્થળોએ CCTV કેમેરા અને કામદારોની ફરજિયાત પોલીસ નોંધણીનો કલેકટરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment