Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિનગર બ્રિજ પર એક સાથે પાંચ વાહન વચ્ચે અકસ્માત:બે કાર, બે રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર, મહિલા સહિત બેના મોત, એન્ડેવર કાર ચાલકની અટકાયત

    8 hours ago

    વડોદરા શહેરના ગોત્રી રોડ પર હરિનગર બ્રિજ પર ગત રાત્રે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. એન્ડેવર અને અલ્ટો કાર, બે ઓટો રિક્ષા અને એક બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક ઓટો રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં એન્ડેવર કાર ચાલકની પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે પાંચ વાહનો અથડાયા પ્રાથમિક વિગતો મુજબ બ્રિજ પર વાહનોની ગતિ વધારે હોવાથી સંતુલન ગુમાવતા એક કાર ચાલકે અન્ય વાહનને ટક્કર મારી હતી. જે બાદ એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. જેથી વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકની પોલીસે અટકાયત કરી હરિનગર બ્રિજ પર અકસ્માત સર્જાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. તેમજ બ્રિજ પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. રસ્તા પર વાહનોની અવરજવર પ્રભાવિત થતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત એન્ડેવર કાર ચાલકના કારણે સર્જાયો હોવાનું જાણવા મળતા તેની અટકાયત કરી છે. આ ઘટનામાં એક રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ મામલે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાનું પણ મોત આ ઘટના અંગે ACP એ.વી કટકડે જણાવ્યું હતું કે, તાહા શાબીર પરદાવાલા નામના આરોપીએ પોતાની ફોરવ્હીલ ગાડી બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારીને બે રીક્ષા, એક મોટરસાઈકલ અને એક ફોરવ્હીલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક રીક્ષાના ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અન્ય એક રીક્ષામાં બેસેલી મહિલા ગિરજા મિસ્ત્રી રાત્રિના સમયે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે આરોપી તાહા શાબીર પરદાવાલાની ધરપકડ કરી છે. કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તાહા શાબીરની ધરપકડ આરોપી હાલમાં 'ન્યૂ મેટલ મિરર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ'માં સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને તેના પિતા હાલ નિવૃત્ત છે. અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે મેડિકલ રિપોર્ટ તેમજ CCTV ફૂટેજ, વાહનની સ્પીડ અને અન્ય તકનીકી બાબતોની તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી સામે જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવશે અને પૂરતા પુરાવા સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી:સાબરમતી-બેચરાજી ટ્રેન અને અમદાવાદ-વારાણસી ટ્રેન તહેવારો પહેલાં શરૂ કરવાની માંગ
    Next Article
    Uttarakhand ERO refused BJP worker’s bulk Form 7 objections. After ECI complaint, 5,359 were accepted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment