Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રમાં માલધારીઓ - પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરો:ઓછા વરસાદને પગલે રાહતદરે ઘાસચારો, પીવાનું પાણી પહોંચાડવા, કેટલ કેમ્પ શરૂ કરવા કોંગ્રેસની માંગ

    6 hours ago

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે માલધારી સમાજ અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની છે. જેથી સરકાર તાત્કાલિક ધોરણે પશુધનને બચાવવા માટે નક્કર પગલાં ભરે અને રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી છે. રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સમસ્ત માલધારી અને પશુપાલકો માટે ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. જેથી ગુજરાતમાંથી માલધારીઓની હિજરત બંધ થાય. રાજકોટ, જામનગર અને જુનાગઢજિલ્લામાંથી માલધારીઓ હિજરત કરી રહ્યા છે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બળદોને સાચવવાની સારી કામગીરી ચાલી રહી છે ત્યારે સરકારને ખાસ કરીને નમ્ર અપીલ કે માલધારીઓ અને પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરવાની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે. આ સાથે જ કેટલ કેમ્પ શરૂ કરવામાં આવે તેવી પણ માગણી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સ્થિત સદભાવના બળદ આશ્રમમાં હજારોની સંખ્યામાં બળદોને આશ્રય આપીને તેમની ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. જે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી કામગીરી છે પરંતુ બીજી તરફ, સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે ઘાસચારા અને પીવાના પાણીની ગંભીર અછત ઊભી થઈ છે. પરિણામે માલધારી સમાજ અને પશુપાલન આધારિત જીવનનિર્વાહ કરતા પરિવારો સામે આર્થિક સંકટ ઊભું થયું છે.હાલમાં ઘાસચારાના ભાવ ખૂબ જ ઊંચા હોવાથી પશુપાલકો માટે પોતાનાં પશુઓનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. એક તરફ મોંઘો ઘાસચારો અને બીજી તરફ પશુઓને પીવાના પાણીની અછતને કારણે પશુપાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ એટલી ગંભીર બની રહી છે કે પશુધનને બચાવવા માટે કેટલાક માલધારીઓને પોતાનાં પશુઓ સાથે સ્થળાંતર કરવાની નોબત આવી રહી છે.આજે અનેક શહેરો અને ગામડાઓમાં ગૌચરની જમીનો ઘટી ગઈ છે અથવા તેના પર દબાણો અને અન્ય ઉપયોગો વધી ગયા છે. જો પૂરતા પ્રમાણમાં ગૌચર ઉપલબ્ધ હોત તો માલધારીઓ પોતાનાં પશુઓને ચરાવીને જીવનનિર્વાહ કરી શક્યા હોત. ગૌચરની અછત, ઓછો વરસાદ, મોંઘો ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યાએ પશુપાલન વ્યવસાયને ગંભીર અસર પહોંચાડી છે. સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ : 1.તાત્કાલિક રાહત પેકેજ: રાજ્ય સરકાર માલધારીઓ અને પશુપાલન આધારિત જીવનનિર્વાહ કરતા પરિવારો માટે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરે. 2. રાહત દરે ઘાસચારો: મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા જરૂરિયાતમંદ પશુપાલકોને રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો (નીરણ) ઉપલબ્ધ કરાવવામાં આવે. 3.જિલ્લા અને તાલુકા કક્ષાએ કેટલ કેમ્પ: અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરીને પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી અને જરૂરી પશુચિકિત્સા સુવિધાઓ પૂરી પાડવામાં આવે. 4. પીવાના પાણીની વ્યવસ્થા: પશુઓ માટે પાણીની અછત ધરાવતા ગામો અને વિસ્તારોમાં ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. 5. ગૌચરની જમીનનું રક્ષણ: ગૌચરની જમીનો પરનાં ગેરકાયદેસર દબાણો દૂર કરી ગૌચરનું સંરક્ષણ કરવામાં આવે અને જ્યાં શક્ય હોય ત્યાં ચરિયાણની સુવિધા વિકસાવવામાં આવે. 6.તાત્કાલિક સર્વે: ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુધન અને પશુપાલકોની સ્થિતિનો સર્વે કરીને જરૂરિયાત મુજબ રાહત પહોંચાડવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વાયુસેનાના બે ટ્રેઇની પ્લેન વચ્ચે ભયંકર ટક્કર:ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના, 4 પાઇલટનાં મોત; એરબેઝ ઉપર જ બંને ક્રેશ થયા; આ વર્ષે હવામાં અથડાવાની પાંચમી દુર્ઘટના
    Next Article
    અમદાવાદમાં અરવિંદ સ્માર્ટસ્પેસિસ દ્વારા 10 કિમી મેરેથોનનું આયોજન:25 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે અરવિંદ અપલેન્ડ્સ ખાતે દોડ યોજાશે, વિજેતાઓનું સન્માન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment