Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અરવિંદ સ્માર્ટસ્પેસિસ દ્વારા 10 કિમી મેરેથોનનું આયોજન:25 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે અરવિંદ અપલેન્ડ્સ ખાતે દોડ યોજાશે, વિજેતાઓનું સન્માન કરાશે

    6 hours ago

    અમદાવાદમાં અરવિંદ સ્માર્ટસ્પેસિસ દ્વારા ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી અને સામૂહિક એકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘રન ટુ ઈન્સ્પાયર’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન રવિવાર, 25 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના અરવિંદ અપલેન્ડ્સ ખાતે યોજાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 6 વાગ્યે થશે, જ્યારે વિજેતાઓનું સન્માન સવારે 7 વાગ્યાથી કરવામાં આવશે. આ મેરેથોનનો હેતુ માત્ર દોડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ લોકોમાં ફિટનેસ, હિંમત, સતત પ્રયત્ન અને એકબીજાને સાથ આપવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પણ છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના ઉત્સાહીઓ અને ફિટનેસપ્રેમીઓ જોડાશે. મેરેથોનની મુખ્ય વિશેષતાઓમાં 10 કિલોમીટરની દોડ, દિવ્યાંગ અને ઓછી દૃષ્ટિ ધરાવતા લોકોની ભાગીદારી, ફ્લેગ-ઓફ સમારોહ તથા વિજેતાઓનું સન્માન સામેલ છે. આયોજકો દ્વારા લોકોને ઉત્સાહ, સહભાગિતા અને સર્વસમાવેશકતાથી ભરપૂર આ મેરેથોનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રમાં માલધારીઓ - પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરો:ઓછા વરસાદને પગલે રાહતદરે ઘાસચારો, પીવાનું પાણી પહોંચાડવા, કેટલ કેમ્પ શરૂ કરવા કોંગ્રેસની માંગ
    Next Article
    ગુજરાતમાં વિદેશી રાજદ્વારીઓની મુલાકાત માટે MEAની મંજૂરી ફરજિયાત:રાજ્ય સરકારને કેન્દ્રની નવી ગાઈડલાઈન, મંત્રીઓ અને અધિકારીઓને આમંત્રણ આપવા પણ નિયમ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment