Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વિદેશી રાજદ્વારીઓની મુલાકાત માટે MEAની મંજૂરી ફરજિયાત:રાજ્ય સરકારને કેન્દ્રની નવી ગાઈડલાઈન, મંત્રીઓ અને અધિકારીઓને આમંત્રણ આપવા પણ નિયમ જાહેર

    6 hours ago

    વિદેશી રાજદ્વારી મિશનો અને રાજ્ય સરકારો વચ્ચેના સંપર્કો તથા બેઠકોને લઈને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાના અમલ માટે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. આ માર્ગદર્શિકા અનુસાર, વિદેશી રાજદ્વારી પ્રતિનિધિઓની રાજ્યમાં મુલાકાત, મંત્રીઓ સાથેની બેઠક કે સૌજન્ય મુલાકાત માટે વિદેશ મંત્રાલયની સ્પષ્ટ મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 ઓક્ટોબર, 2026ના રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદેશી મિશનો સરકાર સાથે સીધા નીતિવિષયક સંપર્ક નહીં કરી શકે પરિપત્રમાં જણાવ્યા મુજબ, ભારતમાં કાર્યરત વિદેશી મિશનો વિદેશ વેપાર, વિદેશી સહાય, પ્રોજેક્ટમાં સહયોગ અને નીતિવિષયક બાબતો સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર રાજ્ય સરકારો કે કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્ર સાથે સીધો સંપર્ક કરી શકશે નહીં. આવા તમામ સત્તાવાર વ્યવહારો વિદેશ મંત્રાલય મારફતે જ કરવાના રહેશે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે મુલાકાત માટે મંજૂરી જરૂરી વિદેશી રાજદ્વારી મિશનો સાથે નીતિ અથવા જાહેર હિતને લગતી બાબતોમાં સીધી બેઠક યોજવા, સૌજન્ય મુલાકાત ગોઠવવા અથવા રાજ્યના કોઈ સ્થળની મુલાકાત માટે પ્રતિનિધિઓને મંજૂરી આપવા પહેલાં વિદેશ મંત્રાલયની સ્પષ્ટ મંજૂરી મેળવવાની રહેશે. આ જોગવાઈ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને લાગુ પડશે. મુલાકાતના 10 કાર્ય દિવસ પહેલાં વિગતો મોકલવી પડશે માર્ગદર્શિકા મુજબ, વિદેશી રાજદ્વારીઓની દિલ્હી બહારની મુલાકાત માટેનો કાર્યક્રમ, મુલાકાતનો હેતુ, સમયગાળો, મુલાકાત લેવાનાં સ્થળો અને રોકાણનાં સ્થળોની વિગતો પ્રસ્તાવિત મુલાકાતની તારીખથી ઓછામાં ઓછા 10 કાર્યદિવસ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ-III વિભાગને મોકલવાની રહેશે. મંત્રીઓ અને અધિકારીઓને આમંત્રણ આપવા પણ નિયમ વિદેશી રાજદ્વારી મિશન દ્વારા રાજ્ય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અથવા નાગરિકોને વિદેશમાં યોજાતી કોન્ફરન્સ, મુલાકાત કે અન્ય કાર્યક્રમોમાં આમંત્રિત કરવાની દરખાસ્ત સીધી આમંત્રિત વ્યક્તિને મોકલવાને બદલે વિદેશ મંત્રાલયને મોકલવાની રહેશે. જ્યારે દિલ્હીની બહાર યોજાતા રાષ્ટ્રીય દિવસના સમારંભો અથવા કાર્યક્રમોનાં આમંત્રણો રાજ્યના પ્રોટોકોલ વિભાગને મોકલવાના રહેશે. સૌજન્ય મુલાકાત માટે પણ પ્રોટોકોલ નક્કી માર્ગદર્શિકા મુજબ, કોઈ રાજ્યની પ્રથમ મુલાકાતે આવતા મિશનના વડા રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સાથે સૌજન્ય મુલાકાત માટે વિનંતી કરી શકે છે. કોન્સ્યુલર પોસ્ટના વડા પોતાના કોન્સ્યુલર કાર્યક્ષેત્રમાં પ્રથમ વખત આગમન વખતે સૌજન્ય મુલાકાત માટે વિનંતી કરી શકે છે. જોકે, આવી તમામ મુલાકાતો માટેની વિનંતી સંબંધિત મહાનુભાવોને સીધી મોકલવાને બદલે વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ-III વિભાગને મોકલવાની રહેશે. કેટલાક નિયમિત કામોમાં સીધા સંપર્કની છૂટ માર્ગદર્શિકામાં કોન્સ્યુલ જનરલ, કોન્સ્યુલ, ટ્રેડ પ્રતિનિધિઓ અને કોમનવેલ્થ દેશોના ડેપ્યુટી હાઈ કમિશનરોને રાજ્ય સરકાર સાથે મર્યાદિત નિયમિત બાબતોમાં સીધો સંપર્ક કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાં ટેકનિકલ વિષયો અંગે હકીકતલક્ષી માહિતી મેળવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પરિપત્રનો હેતુ વિદેશી રાજદ્વારી મિશનો અને રાજ્ય સરકારો વચ્ચેના સત્તાવાર સંપર્કો માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાતમાં વિદેશી પ્રતિનિધિમંડળોની મુલાકાતો અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની બેઠકો હવે આ માર્ગદર્શિકા અનુસાર ગોઠવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અરવિંદ સ્માર્ટસ્પેસિસ દ્વારા 10 કિમી મેરેથોનનું આયોજન:25 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે અરવિંદ અપલેન્ડ્સ ખાતે દોડ યોજાશે, વિજેતાઓનું સન્માન કરાશે
    Next Article
    Firing on Tiger Shroff Update: Salman Khan की तारीफ करना टाइगर पर पड़ गया भारी | Tiger Firing News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment