Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુપાલકોને એકસાથે પંદર દિવસનો ઘાસચારો આપવા માટે વ્યવસ્થા કરાઈ‎:દ્વારકામાં પશુપાલકો માટે ઘાસચારા વિતરણ, પશુદીઠ રોજ 4 કિલો ઘાસ

    14 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછત અને અનિયમિત વરસાદના કારણે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે. પશુધન માટે ઘાસચારાની અછત સર્જાવાની સ્થિતિ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા પશુપાલકોને રાહત આપવા ઘાસચારા વિતરણની શરૂઆત કરવામાં આવી છે. દ્વારકામાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ઘાસચારા વિતરણનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ટીડીઓ વિક્રમ ઓડેદરા, મામલતદાર અનીલ ભેડા, નાયબ મામલતદાર મયુર ધ્વજસિંહ ગોહિલ સહિત અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વરસાદની ખેંચને કારણે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા જાળવવી પશુપાલકો માટે પડકારરૂપ બની છે. તંત્ર દ્વારા ખાસ કિસ્સા હેઠળ ઓખામંડળ તાલુકાના પશુપાલકોને પ્રાથમિકતા આપી ઘાસચારો વિતરણ કરવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ પશુદીઠ દરરોજ 4 કિલો ઘાસની ફાળવણી કરવામાં આવી છે. પશુપાલકોને વારંવાર વિતરણ કેન્દ્રો સુધી આવવું ન પડે તે માટે 15 દિવસનો ઘાસચારો એકસાથે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે પશુપાલકોને આગામી દિવસોમાં થોડી રાહત મળવાની આશા છે. વરસાદની ઘટથી ખેડૂતો- માલધારીઓ ચિંતિત જિલ્લામાં સમયસર અને પૂરતો વરસાદ નહીં પડતાં ખેતીના પાક પર પણ અસર થવાની ભીતિ છે. બીજી તરફ, ઘાસચારો અને પાણીની અછત પશુપાલકોની ચિંતામાં વધારો કરી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને માલધારીઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વધુ રાહત આપવાની માંગ ઉઠી છે. સ્થાનિક ખેડૂતો-પશુપાલકોનું કહેવું છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા માત્ર ઘાસચારા પૂરતું નહીં પરંતુ પાણી, પશુધન અને ખેતી માટે પણ તાત્કાલિક રાહત પેકેજ સહિતના પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    પીજીમાં પ્રથમવાર NEP લાગુ, ફીમાં રૂ.1 હજારનો ઘટાડો:કચ્છ યુનિવર્સિટીના યુજી અને પીજીના એક્સ્ટર્નલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ
    Next Article
    Azan Awais Registers Forgettable First In The History of Pakistan Cricket

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment