Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૈક્ષણિક કેલેન્ડર ખોરવાવાની ચિંતા:આર્ટ્સમાં નવરાત્રી પૂર્વે 3 પેપર,બાકીના 4 વિષયોની પરીક્ષા દશેરા બાદ લેવાશે

    12 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષાના આયોજનને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. નવરાત્રિ પહેલાં ત્રણ દિવસ પરીક્ષા અને ત્યાર બાદ બાકીની ચાર પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હોવાના કારણે પરીક્ષાઓ વચ્ચે આશરે 10થી 12 દિવસનો વિરામ ઊભો થયો છે. શિક્ષકોના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પરીક્ષા તો નહીં જ યોજાય, પરંતુ નિયમિત શિક્ષણકાર્ય પણ અસરગ્રસ્ત થવાની શક્યતા છે. પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને પણ અસર થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. મળતી માહિતી મુજબ, એક કલાકના પરીક્ષા પેપર પૈકી પ્રથમ ત્રણ પેપર 8, 9 અને 10 તારીખે રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના ચાર પેપર 21 તારીખ બાદ યોજાશે. આમ બંને તબક્કા વચ્ચે લાંબો વિરામ રહે છે. શિક્ષકોમાં એવી પણ ચર્ચા છે કે આ રીતે પરીક્ષાનું આયોજન કરવાથી શૈક્ષણિક કેલેન્ડર આગળ જતાં ખોરવાઈ શકે છે. તેમજ એરિયર ટેસ્ટ અને એન્ડ સેમેસ્ટર પરીક્ષાનું આયોજન પણ પાછળ ધકેલાવાની શક્યતા છે. એબીવીપી દ્વારા નવરાત્રીમાં પરીક્ષા નહિં યોજવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે પરીક્ષામાં ગેપ પાડવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો ઘટશે, બ્રેકની સીધી અસર આગળની પરીક્ષાઓ પર થવાની ભીતિ શિક્ષકોના મતે પરીક્ષાઓ વચ્ચેના આ બ્રેકને કારણે સેમેસ્ટરની આગળની પ્રક્રિયા પણ પાછળ ધકેલાઈ શકે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ એરિયર ટેસ્ટનું આયોજન કરવામાં વિલંબ થઈ શકે છે અને તેના કારણે એન્ડ સેમેસ્ટર પરીક્ષાનું શેડ્યૂલ પણ આગળ જવાની શક્યતા છે. આખી પ્રક્રિયા મોડી પડતાં આગામી સેમેસ્ટરના શૈક્ષણિક કાર્યના આયોજન પર પણ અસર થવાની ચિંતા છે. શિક્ષકોમાં ખાસ કરીને પરીક્ષાના વિરામ દરમિયાન અઘોષિત વેકેશન જેવી સ્થિતિ સર્જાવા સામે નારાજગી છે. તેમનું કહેવું છે કે એક તરફ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો ઘટશે અને બીજી તરફ પાછળની પરીક્ષાઓનું આયોજન પણ અસરગ્રસ્ત થઈ શકે છે. નવરાત્રીના કારણે તેમજ સીટ નંબર જનરેટ ન થતાં પરીક્ષા પાછી ઠેલાઈ નવરાત્રીના કારણે પરીક્ષા પાછી ઠેલવા માટે વિદ્યાર્થી સંગઠને રજૂઆતો કરી હતી, જેના પગલે આ નિર્ણય લેવાયો હતો. નવરાત્રી પહેલાં પરીક્ષા લેવાનું આયોજન હતું. પરંતુ વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ થયા ન હતા. જેના પગલે પરીક્ષા સમયસર જાહેર કરી શકાઇ ન હતી. > પ્રો.કલ્પના ગવલી-ડીન,આર્ટસ ફેકલ્ટી એફવાય બીએમાં અભ્યાસ કરતાં 1860 વિદ્યાર્થીઓ અટવાયા એફવાયમાં અભ્યાસ કરતા આશરે 1860 વિદ્યાર્થીઓ પરીક્ષા સમયસર અને વહેલી પૂર્ણ થાય તેમ ઈચ્છી રહ્યા હતા. પરીક્ષાઓ પાછળ ઠેલાવાના કારણે વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક સત્ર, વાર્ષિક પરીક્ષાઓ અને પરિણામો પણ વિલંબમાં પડશે. વિદ્યાર્થીઓમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે માત્ર ગણતરીના કાર્યકરોના કહેવાથી સમગ્ર ફેકલ્ટીના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ પરીક્ષા આયોજનમાં ફેરફાર થતાં, હવે આગામી પરીક્ષાઓ તેમજ તેમના પરિણામો પર પણ અસર થશે.
    Click here to Read More
    Previous Article
    Aries Tarot Card Rashifal: जमीन के विवाद को लेकर रहेगी परेशानी, पुराने मित्र की वजह से जीवन में बदलाव
    Next Article
    નવી ટાંકી,કરોડિયા-અંકોડિયા બુસ્ટર સાથે જોડાણ કરાશે:ગોરવા, અકોટા સહિત 5 ટાંકીમાં પાણીકાપ 3 લાખ લોકોને આજે-કાલે પાણી નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment