Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના પેરા ગામે દીપડાની દહેશત:પાંચ બંગલા વિસ્તારમાં મોડી રાત્રે શ્વાનનો પીછો કરતા CCTVમાં કેદ, વન વિભાગે પાંજરૂ ગોઠવવાની તજવીજ શરૂ કરી

    7 hours ago

    નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર વચ્ચે નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પેરાથી વાઘેચ ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક દીપડો શ્વાનનો પીછો કરતો CCTV કેમેરામાં કેદ થયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ તપાસ હાથ ધરી દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવાની તજવીજ શરૂ કરી છે. શ્વાનના ભસવાના અવાજથી પરિવાર જાગી ગયો મોડી રાત્રે અચાનક શ્વાનોના જોરશોરથી ભસવાના અને દોડવાના અવાજો સંભળાતા નજીકના ઘરમાં રહેતો પરિવાર જાગી ગયો હતો. પરિવારના સભ્યો ઘરની બહાર આવી તપાસ કરી હતી, પરંતુ તે સમયે કંઈ નજરે પડ્યું નહોતું. શંકા જતા તેમણે ઘરની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. શ્વાન પાછળ દોડતો દીપડો CCTVમાં કેદ CCTV ફૂટેજ તપાસતા પરિવારજનો ચોંકી ગયા હતા. ફૂટેજમાં એક દીપડો શ્વાનને પકડવા માટે તેની પાછળ દોડતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. દરમિયાન રસ્તા પરથી કોઈ વાહન પસાર થતાં તેના અવાજ અથવા લાઈટથી દીપડો ગભરાઈ ગયો હતો અને નજીકના શેરડી સહિતના પાકવાળા ખેતરમાં છુપાઈને ત્યાંથી નીકળી ગયો હતો. વન વિભાગે સ્થળ તપાસ કરી દીપડો વસ્તીની નજીક આવી ચડ્યો હોવાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી છે. દીપડાની અવરજવર અંગેના પુરાવા અને CCTV ફૂટેજના આધારે યોગ્ય સ્થળે પાંજરૂ ગોઠવી તેને પકડવાની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે. શેરડીના ખેતરો દીપડાના આશ્રયસ્થાન બનતા ચિંતા નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાની અવરજવર જોવા મળે છે. ખાસ કરીને શેરડીના ખેતરો દીપડા માટે આશ્રયસ્થાન બની રહેતા હોવાથી તેઓ વસ્તી નજીક આવી જતા હોવાની સ્થિતિ સર્જાય છે. મોડી રાત્રે તથા વહેલી સવારે ખેતરોમાં જતા ખેડૂતો અને પશુપાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારી દીપડાને વહેલી તકે પકડવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય બોલર્સે વિન્ડીઝ બેટર્સને રન બનાવતા રોક્યા:ટીમની ત્રીજી વિકેટ પાડી દીધી, કુલદીપે કેમ્પબેલ અને કેપ્ટન હોપને આઉટ કર્યો; જસ્ટિન ગ્રીવ્સે પહેલી ODI સેન્ચુરી ફટકારી
    Next Article
    લીલવા નજીક પાંજરામાં દીપડો કેદ:જૂનાગઢના લીલવા ગામ પાસેથી શાળા નજીકથી ખૂંખાર દીપડો ઝડપાયો: ડેડકીયાળીની ઘટના બાદ વન વિભાગના ઓપરેશનથી ગ્રામજનોમાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment