Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થારનું એન્જિન બદલાવી લીધું, વડોદરાનો શોકિંગ કિસ્સો:ગઠિયાએ નવું એન્જિન કાઢી પોતાની થારમાં ફીટ કરી દીધું, બિઝનેસમેને કહ્યું- 'હૃદય કાઢી લીધા જેવો આઘાત લાગ્યો'

    20 hours ago

    વડોદરામાં છેતરપિંડીનો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ થાર કાર ભાડે લઈને તેનું નવું એન્જિન કાઢી લીધું હતું. તેની જગ્યાએ પોતાની થાર કારનું ખરાબ એન્જિન ફીટ કરીને પાછી આપી દીધી. જ્યારે નવું એન્જિન પોતાની જૂની થારમાં ફીટ કરીને જલસા કરવા લાગ્યો. વિશ્વાસઘાતના આ યુનિક કેસથી પોલીસ પણ બેઘડી સ્તબ્ધ થઈ ગઈ હતી. એસેસિરીઝ નહીં આખેઆખું એન્જિન જ બદલી નાખ્યું સામાન્ય રીતે ભાડાના વાહનોમાંથી એસેસરિઝ બદલી નાખવામાં આવતી હોય છે. પરંતુ, વડોદરામાં પહેલીવાર 15 લાખ રૂપિયાની થાર કારમાંથી આખું એન્જિન જ બદલી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં રહેતા અને સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપનારા આકાશ ભગતે તેની 15 લાખની કિંમતની થાર તેના મિત્ર મેહુલ પરમાર મારફતે ક્રિષ્ના પાંડેને 14 થી 17 જુલાઈ દરમિયાન રોજના 4000 રૂપિયાના ભાડા પર આપી હતી. આકાશ ભગતને જ્યારે 17 જુલાઈએ પોતાની થાર પરત મળી ત્યારે તેના એન્જિનમાં અવાજ આવતો હતો અને 40થી વધુની સ્પીડે ચાલતી નહોતી. કાર પરત આપવા આવેલા શખસે યુરિયાનો પ્રોબ્લેમ હોવાની જાણ કરી હતી. સમસ્યાનો ઉકેલ ન થતા આકાશ ભગતે પોતાની થારને ગેરેજમાં મોકલતા ચોંકાવનારો ખુલાસો થયો. આકાશ ભગતની જે થાર હતી તેમાં અન્ય જૂની થારનું એન્જિન બદલી નાખ્યાનું સામે આવ્યું. RC બુક સાથે એન્જિન નંબરની સરખામણી કરતા તે પણ મેચ ન થયા. આકાશ ભગતે આ બાબતે માહિતી લેવા ક્રિષ્ના પાંડેને ફોન કર્યો તો તેને ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું. GPS લોકેશન તપાસ્યું તો એક ગેરેજમાં ગઈ હોવાનો ખુલાસો થયો ફરિયાદી જીપીએસ લોકેશનના આધારે ગેરેજ સુધી પહોંચી સંચાલકની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી કે, સન્નીસિંઘ થાર લઈને આવ્યો હતો અને પોતાની જે જૂની થાર અહીં પહેલાથી પડી હતી તેમાં એન્જિન બદલવા કહ્યું હતું. એન્જિન બદલવા માટે તેને રૂપિયા 15 હજાર ચૂકવવામાં આવ્યા હતા. ફરિયાદીએ કહ્યું- 'જાણે જીવંત માણસના શરીરમાંથી હ્રદય કાઢી લીધું' થાર કારના એન્જિન હેરાફેરીના શોકિંગ કિસ્સા બાદ ભાસ્કરે ફરિયાદી આાકાશ ભગત સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, આ કૃત્ય કોઈ માણસાના શરીરમાંથી હ્રદય કાઢવા સમાન છે. એક્સપર્ટના મતે એન્જિન બદલું ગંભીર ગુનો જાણકારના મતે કોઈપણ વાહનની RC બુક પર ચેસિસ નંબર અને એન્જિન નંબર નોંધાયેલા હોય છે. એન્જિન બદલવાથી ગાડીની કાનૂની ઓળખ બદલાઈ જાય છે. RTOના નિયમ મુજબ મંજૂરી વગર એન્જિન બદલવું એ ગંભીર ગુનો બને છે. આવા કિસ્સામાં જો વાહનનો અક્સમાત થાય કે ચોરી થાય તો એન્જિન નંબર મેચ ન થવાના કારણે વીમાનો ક્લેમ પણ રિજેક્ટ થઈ શકે. જે લોકો સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપે છે તેઓએ કારમાં GPS લગાવવા ઉપરાંત ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક ટ્રેકિંગ લગાવવું જોઈએ. આ ડિવાઈસથી ગાડીના સ્પેરપાર્ટ સાથે છેડછાડ થાય તો નોટિફિકેશન આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉંદર મારવાની મનાઈ, સરકારે કેમ આદેશ કરવો પડ્યો:ગુંદરવાળા પૂઠાં મૂકશો તો જેલભેગા, તડપાવીને મારવા કરતાં જીવતા રહે એ કેમ જરૂરી
    Next Article
    ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સનો ડેટા લીક થયો:ડાર્ક વેબ પર ખુલ્લેઆમ 3 મહિનાથી વેચાણ, એક્સપર્ટે ચેતવ્યા- દર મિનિટે ભારતીય બેંકો પર 4 હજાર સાયબર એટેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment