Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉંદર મારવાની મનાઈ, સરકારે કેમ આદેશ કરવો પડ્યો:ગુંદરવાળા પૂઠાં મૂકશો તો જેલભેગા, તડપાવીને મારવા કરતાં જીવતા રહે એ કેમ જરૂરી

    19 hours ago

    એક સમય હતો. લોકો પાંજરામાં પૂરીને ઉંદરને દૂર છોડી દેતા. હવે કોઈપાસે એવો સમય નથી. ઉંદરને છોડવાની જગ્યા પણ નથી રહી. એટલે ઉંદરને પકડવાનો શોર્ટકટ આવ્યો - ગુંદરવાળું પૂઠું. એનું અંગ્રેજી નામ સ્ટિકી બોર્ડ, ગ્લુ ટ્રેપ... ગમે ત્યાં ચીકણું પૂઠું મૂકી દો, ઉંદર તેના પરથી પસાર થતાં જ ચોંટી જાય. તડપી તડપીને મરે. આખરે ગુંદરવાળા પૂઠાં પર પ્રતિબંધ મૂકવાની જરૂર કેમ પડી? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : ગુજરાત સરકારે સ્ટિકી બોર્ડ પર પ્રતિબંધ કેમ મૂક્યો? જવાબ : જરા વિચારો. આપણે ફેવિક્વિકથી કોઈ ચીજ ચીપકાવતાં હોઈએ ને આંગળી વચ્ચે એક ટપકું પડી જાય. બંને આંગળીના ટેરવાં ચોંટી જાય તો કેવી હાલત થાય. ગરમ પાણીથી આંગળીઓ ધોવાની, સાબુથી ટ્રાય કરીએ કે આંગળી છૂટી પડી જાય. અંતે ધીમે ધીમે ખેંચીને ટ્રાય કરીએ. આંગળીના ટેરવાં છુટા તો પડી જાય પણ લોહીનો ટશિયો ફૂટી જાય. મલમ લગાવવો પડે. ચપટીક દર્દ પહાડ જેટલું મોટું લાગવા માંડે. આપણે જ્યારે ઉંદરને પકડવા માટે ગુંદરવાળાં પૂઠાં, સ્ટિકી બોર્ડ મૂકીએ ને આખેઆખો ઉંદર તેમાં ચીપકી જાય તો તેની શું હાલત થાય. એના પગ ચોંટી જાય તો તે ઉખેડવા માટે બહુ મહેનત કરે. તરફડિયાં મારે પણ પગ ઉખડે નહીં. શરીર ચોંટી જાય તો ઉંદરની રૂંવાટી ખેંચાઈ જાય ને સહન ન થાય તેવું દર્દ થવા લાગે. ધમપછાડામાં તેનું નાક ગુંદર સાથે ચોંટી જાય તો એ શ્વાસ ન લઈ શકે. ગુંગળાઈને મોત થાય. લાંબો સમય ચીપકી રહ્યા બાદ ઉંદરનું ભૂખ, તરસથી મોત થાય. લોકો તો મનમાં રાજી થાય કે હાશ, ઘરમાંથી ઉંદર ગયો. પણ ઉંદરને કેટલું દર્દનાક મોત મળે છે તે વિચાર્યું છે? આ રીતે દર્દનાક મોત આપવું તે કાયદાનો ભંગ છે. ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડે ઠરાવ જાહેર કરીને તાત્કાલિક અસરથી ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ મૂકી દીધો. તેનું મેન્યુફેક્ચરિંગ નહીં કરી શકાય, તેને વેંચી નહીં શકાય, તેનો ઘર, ગોડાઉન, શોરૂમ, દુકાન કે કોઈપણ જગ્યાએ ઉપયોગ નહીં કરી શકાય. સરકારે ઠરાવમાં જે લખ્યું છે તેના મુખ્ય પોઈન્ટ વાંચો… ગુજરાત સરકારે ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ મૂકીને સારું કામ કર્યું પણ બીજા રાજ્યો કરતાં ઘણું પાછળ છે. 30 રાજ્યોમાં ઓલરેડી આ સ્ટિકી બોર્ડ પર પ્રતિબંધ છે જ. ગુજરાત હવે છેક જાગ્યું છે. તમે એમ વિચારતા હશો કે, દુકાનમાંથી સ્ટિકી બોર્ડ નહીં મળે તો કાંઈ નહીં. ઓનલાઈન મગાવી લઈશું. તો એવું ય નહીં થાય. ટૂંક સમયમાં ગુજરાતમાં એકપણ ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્લુ ટ્રેપ દેખાશે નહીં. માનો કે તમે ઓનલાઈન મગાવો છો, તો એ પણ ગુનો છે. ગુજરાત સરકારનો આવું કરવા પાછળનો હેતુ એ છે કે ઉંદરો આ રીતે પિડાથી મરે નહીં. કારણ કે ઉંદરોને બચાવવા જરૂરી છે. સવાલ-2 : ઉંદરને બચાવવા કેમ જરૂરી છે? જવાબ : કુદરતે ઉંદરને પશુ, પક્ષી ને સરિસૃપોના ‘ખોરાક’ તરીકે જન્મ આપ્યો છે. એટલે જ તેની વસ્તી ફટાફટ વધે છે. એક જ વર્ષમાં 2 ઉંદરમાંથી 15 હજારનો પરિવાર ઊભો થઈ જાય. એક માદા ઉંદર એક મહિનાની પ્રેગનન્સી પછી 12 બચ્ચાંને જન્મ આપે છે. વર્ષે 144 બચ્ચાં. માદા ઉંદરનો જન્મ થાય, તેના બે મહિના પછી એડલ્ટ બની જાય છે ને પ્રેગનન્ટ બનવા લાયક થઈ જાય છે. એ હિસાબે 144 બચ્ચાં જન્મના ત્રણ મહિનામાં જ 12- 12 બચ્ચાંને જન્મ આપે છે. તેનાં બચ્ચાં પણ ત્રણ મહિના પછી નવાં બચ્ચાંને જન્મ આપે છે. વર્લ્ડ એટલાસના ડેટા મુજબ વિશ્વમાં 800 કરોડ ઉંદર છે. તેમાંથી ભારત ને ચીનમાં 400 કરોડ ઉંદર છે. આ તો થઈ ઉંદરની વસ્તીની વાત. સવાલ એ છે કે આટલી વસ્તી પછી પણ ઉંદર બચે તે કેમ જરૂરી છે? આનો જવાબ આપતાં પર્યાવરણવિદ્દ વિનોદ પંડ્યા કહે છે, ઉંદર છે તો તેને ખોરાક તરીકે લેનારા પ્રાણીઓ જીવી શકે. જેમ કે સાપ, મોર, ઘુવડ, ચીબરી, કાગડા, બિલાડી આ બધાનો શિકાર ઉંદર છે. ઉંદરનું અસ્તિત્વ જ ન હોય તો પણ ન ચાલે. બાર્ન ઓઉલ એટલે રેવીદેવી ઘુવડનો તો પ્રિય ખોરાક જ ઉંદર છે. બિલાડીની સામે દૂધ ને ઉંદર બંને રાખ્યા હોય તો પહેલાં ઉંદર જ ખાશે. કારણ કે બિલાડી માટે સાચો ખોરાક જ એ છે. વિનોદભાઈ કહે છે, ઉંદરને તમે ત્રાસ તરીકે જોશો તો ત્રાસ લાગશે પણ તેને જોવાની દ્રષ્ટિ બદલો. ગણપતિની સાથે આપણે ઉંદરની પૂજા કરીએ છીએ ને બીજી તરફ ચીકણા બોર્ડ મૂકીને મારીએ છીએ. ઉંદરનો એક કિસ્સો કહું. અમે એકવાર ગીરમાં કેમ્પ કરવા ગયા હતા. અલગ અલગ તંબૂમાં અમે સામાન મૂકીને રહેવા લાગ્યા. એ વિસ્તારમાં ઉંદરોનો ત્રાસ બહુ. તંબૂ ચારેય બાજુથી પેક કરો તો જમીનની માટી ખોદીને તંબૂમાં વચ્ચેથી અંદર આવી જાય. એક ઉંદર તો મારા સામાનમાંથી લસણની ચટણી લઈ ગયો. ઉંદરને લસણની ગંધ પસંદ નથી પણ ચટણીમાં રહેલા તેલની ખુશ્બુ બહુ આકર્ષે. એને પેટ્રોલની ગંધ પણ બહુ ગમે એટલે ઘણીવાર ગાડીના પાઈપ તોડીને ઉંદર કારમાં ઘૂસી જાય. વાત એટલી જ છે કે તમે ઉંદરને મારતા રહેશો તો ઉંદર આધારિત જીવસૃષ્ટિ પણ ખતમ થતી જશે. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના નિવૃત્ત રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. વી.એન.પટેલ કહે છે, મેં ખેતરોમાં ઘણું રિસર્ચ વર્ક કર્યું છે. ખેતરમાં પાક બચાવવા પેસ્ટ્રીસાઈડનો છંટકાવ થાય છે, તે પણ ઉંદર માટે જોખમી છે. તેની ઝેરી અસરથી ખેતરમાં રહેતા ઉંદર મરી શકે. ખેતરોમાં સાપ એટલે જ હોય છે કે ખેતરોમાં ઉંદર આંટા મારતા હોય. સાપ તેના ખોરાકની શોધમાં ફરતા રહે છે. પણ દવાનો છંટકાવ કરીને ઉંદર મારવા તે ઉપાય નથી. અત્યારે મોસ્ટ ડિસ્ટર્બ ઈકોસિસ્ટમ હોય તો એ આપણી એગ્રો ઈકોસિસ્ટમ છે. નો ડાઉટ, ઉંદર અનાજના ગોડાઉનમાં ઘૂસી જાય. ખેતરમાં ઘૂસીને નુકસાન કરે છે પણ તેને દૂર કરવાના બીજા ઉપાયો છે. પહેલાં તે અજમાવવા જોઈએ. અમે તો ખેતરમાં ઉંદરના દરમાંથી પાંચ-પાંચ કિલો મગફળી કાઢી છે. એટલી ભેગી કરી લેતા હતા. ડૉ. વી.એન.પટેલે એક ઉદાહરણ આપતાં સમજાવ્યું, સોરઠ પંથકમાં નાળિયેરી બહુ. ઉંદર નાળિયેરીના ઝાડ પર ચડી જાય ને નાળિયેરમાં કાણાં પાડીને ખાવા લાગે. આનો મતલબ એ નથી કે ઉંદરને મારી નાખવાના. અમે નાળિયેરીના બગીચાઓમાં એક પ્રયોગ કર્યો હતો કે નાળિયેરીના થડ આસપાસ પતરાંનું ગોળાકાર ગોઠવી દેતા હતા. ગોળાકારમાં વચ્ચેથી નાળિયેરીનું થડ નીકળે ને આસપાસ પતરું હોય. ઉંદર ગોળાકાર સપાટી પર ચડી ન શકે. ચડવા જાય તો લસરી જાય ને અંતે ત્યાંથી ચાલ્યો જાય. ટ્રેપ સિવાય ઘણા ઉપાય છે જેનાથી ઉંદરને બચાવી શકાય ને મરે પણ નહીં. સવાલ-3 : તો ઉંદરને દૂર રાખવા શું કરવું? જવાબ : ઉંદરો ઘરમાં, ગોડાઉનમાં, દુકાનોમાં ઘૂસી ગયા હોય તો કેટલાક સરળ ઉપાયોથી તેને ભગાડી શકાય છે. જ્યારે ઉંદરને મારવાની દવા કે ગ્લુ ટ્રેપ ગોઠવો તે પહેલાં એટલું વિચારો કે તમે એક ઉંદરને મારો છો તો ઘુવડ, મોર, સાપ કે બિલાડીને ભૂખ્યા રાખો છો. એટલે ઉંદરને મારો નહીં પણ ભગાડો. ભગાડવાના કેટલાક ઉપાય આ રહ્યા. નોંધી રાખો...
    Click here to Read More
    Previous Article
    6 લાખનું પાટણનું પટોળુ કેવી રીતે બને?, VIDEO:મોદીએ મેલોનીને આપ્યું હતું ગિફ્ટમાં, અમિતાભ પણ ફેન, 5 કારીગર અને 6 મહિનાની મહેનત પછી થાય છે તૈયાર
    Next Article
    થારનું એન્જિન બદલાવી લીધું, વડોદરાનો શોકિંગ કિસ્સો:ગઠિયાએ નવું એન્જિન કાઢી પોતાની થારમાં ફીટ કરી દીધું, બિઝનેસમેને કહ્યું- 'હૃદય કાઢી લીધા જેવો આઘાત લાગ્યો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment