Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 લાખનું પાટણનું પટોળુ કેવી રીતે બને?, VIDEO:મોદીએ મેલોનીને આપ્યું હતું ગિફ્ટમાં, અમિતાભ પણ ફેન, 5 કારીગર અને 6 મહિનાની મહેનત પછી થાય છે તૈયાર

    18 hours ago

    વર્ષ 2012માં અમિતાભ બચ્ચન 'ખુશ્બુ ગુજરાત કી' માટે પટોળાનું શૂટ કરવા પાટણ પહોંચ્યા હતા. આ સમયે તેઓ પત્ની જયા બચ્ચનને પટોળુ ગિફ્ટ કરવા તેઓ સાલ્વી ફેમિલીના પટોળા હાઉસમાં પહોંચ્યાં. તેમણે ઝીણવટ પૂર્વક વિવિધ પટોળાની ડિઝાઈન નિહાળી અને લગભગ 4 લાખ રૂપિયાની કિંમતનું એક પટોળું પસંદ કર્યું. બિગ બીએ જ્યાંથી પટોળુ ખરીદ્યું તે પરિવાર 28 પેઢી અને 900 વર્ષથી પટોળા બનાવી રહ્યો છે. તેમની પાસેથી જ સોનિયા ગાંધી, સ્મૃતિ ઇરાની, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટેના પટોળા ખરીદવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદીએ ઇટાલિના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તથા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયાને પટોળાની ગિફ્ટ આપી ચૂક્યા છે. પટોળું 100 ટકા શુદ્ધ રેશમમાંથી બને છે અને યુનેસ્કોમાં સમાવેશ થયો છે. એક પટોળું બનતા લગભગ 4 થી 5 માસ્ટર વણકરો (વીવર્સ) કામ કરે ત્યારે 4 થી 6 મહિને બને છે. જેમાં તમામ પ્રક્રિયા ગણો તો 20 જેટલી થાય છે. પાટણનું સાલ્વી ફેમિલી વર્ષે ઓર્ડર મુજબ જ પટોળા બનાવે છે. જે વર્ષે 20 જેટલા હોય છે. વર્ષો પહેલા 1936માં 120 રૂપિયામાં પહેલું પટોળુ ક્રિકેટર વિજય મર્ચન્ટની માતાએ પાટણથી ખરીદ્યુ હતું. આજે તે જ પટોળાની કિંમત રૂપિયા 1.50 લાખથી 6 લાખ સુધી પહોંચી છે. પટોળામાં કેમિકલ નહીં પરંતુ હરડે, બોડીની લાખ, આમળાં, કિસ્મજ હળદર, લીલી ગળી જેવા વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલાં ગ્રાફિક્સમાં સમજી લો એક બાદ એક સ્ટેપ આજે નેશનલ હેન્ડલૂમ ડે(7 ઓગસ્ટ) નિમિત્તે પટોળું બનાવવાની પ્રોસેસ 5 સ્ટેપમાં સમજાવી રહ્યા છીએ. 1.તાર બનાવવાની પ્રોસેસ (આશરે 7 સ્ટેપ) રેશમ ખરીદી: માર્કેટમાંથી કાચા રેશમની આંટીઓ લાવવામાં આવે છે (જે અગાઉ ચાઇનાથી આવતું હતું, પરંતુ હવે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બેંગલુરુનું સ્વદેશી સિલ્ક વપરાય છે). ખોલવું અને પરતી પર લેવું: કાચા રેશમની આંટીઓને હાથથી ખોલીને ફરીથી પરતી પર લેવામાં આવે છે. 8 લેયર ભેગા કરવા: કાચા સિલ્કનો તાંતણો ખૂબ જ પાતળો હોવાથી, જરૂરી જાડાઈ (થીકનેસ) મેળવવા માટે 8 તાંતણા મિલાવીને એક તાંતણો બનાવવામાં આવે છે. પ્યોરિફિકેશન પ્રોસેસ: કાચા રેશમમાં કીડાની લાળ હોય છે, તેને દૂર કરવા માટે તેને વોશિંગ સોડા સાથે ઉકાળવામાં આવે છે. સ્પિનિંગ (વળ આપવો): 8 તાંતણા ભેગા કરેલા હોવાથી તેને યોગ્ય વળ આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. 2. મુખ્ય પ્રોસેસ (તાણા અને વાણાની તૈયારી) ગણતરી: તાણો અને વાણો બનાવતા પહેલા જરૂરી સંખ્યાના દોરા ગણી લેવામાં આવે છે. તાણો અને વાણો બનાવવો: દોરાની યોગ્ય ગોઠવણી કરીને તાણો અને વાણો બનાવવામાં આવે છે. 3. બાંધણીની પ્રોસેસ તાણા અને વાણાને ફ્રેમ પર ચડાવવામાં આવે છે. જે ભાગમાં પહેલો કલર કરવાનો હોય એટલો ભાગ ખુલ્લો રાખીને બાકીનો બધો ભાગ નાની-મોટી ગાંઠોથી માપસર બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ તેને કલરમાં બોળવામાં આવે છે, જેથી ખુલ્લા ભાગમાં કલર ચડી જાય અને બાંધેલો ભાગ સફેદ રહે. અલગ-અલગ રંગો (દા.ત. લાલ, પીળો, ઓરેન્જ વગેરે) માટે આ પ્રક્રિયા વારંવાર રિપીટ કરવામાં આવે છે. જે કલર ચડી ગયો હોય તેને ગાંઠ બાંધીને સુરક્ષિત કરવામાં આવે છે અને નવા કલર માટે જરૂરી ગાંઠો ખોલવામાં આવે છે. સાડીમાં 4 થી 6 કલર લાવવા માટે આ પ્રોસેસ 4 થી 5 વખત રિપીટ કરવામાં આવે છે, જેનાથી વણાટકામ પહેલાં જ દોરા પર જ ડિઝાઇન તૈયાર થઈ જાય છે. 4. વણાટકામ તાણા-વાણા તૈયાર થયા પછી તાણાને સાળ (લૂમ) પર ગોઠવવામાં આવે છે. વાણા વડે તેનું વણાટકામ કરવામાં આવે છે, જેમાં આશરે એક થી દોઢ મહિનો લાગે છે (રોજના 10 કલાક કામ કરવા છતાં માત્ર 6 થી 8 ઇંચ જ વીવિંગ થાય છે). 5. અંતિમ તબક્કો વણાટકામ પૂર્ણ થયા પછી બીજી 2 થી 3 ફિનિશિંગ પ્રોસેસ કરવામાં આવે છે. આમ, 4 થી 5 માસ્ટર વણકરો દ્વારા આ તમામ જટિલ પ્રોસેસમાંથી પસાર થઈને 4 થી 6 મહિનાની મહેનત પછી 5.5 મીટર લાંબુ અસલી પટોળું તૈયાર થાય છે. આ અંગે વાત કરતા પટોળા હાઉસના માલિક અને આર્કિટેક્ટ એવા રાહુલ સાલવીએ જણાવ્યું કે, 12મી સદીમાં જ્યારે રાજા કુમારપાળ પાટણમાં હતા અને ત્યારે ગુજરાતની રાજધાની હતી. કુમારપાળ મહારાજ રોજ પૂજા માટે નવા પટોળા વસ્ત્રનો ઉપયોગ કરતા હોવાથી તેમણે 700 સાલવી ફેમિલીને મહારાષ્ટ્રના જાલના શહેરથી પાટણમાં વસાવ્યા હતા. ધીમે ધીમે સમય સાથે લોકોએ ધંધો છોડી દીધો અને બધાએ પાટણ પણ છોડી દીધું. હાલ અમારા પરિવાર સિવાય કોઈ પરિવાર વનસ્પતિજન્ય કલરમાં પટોળા બનાવતા નથી. હાલ તો પાટણના પટોળાના દિલ્હી, મુંબઈ, બેંગલોર જેવા શહેરોમાંથી વિશેષ ઓર્ડર આવે છે. સાથે અત્યારની માંગ સાથે હવે સાલ્વી પરિવારોના ત્રણ પુત્રો દ્વારા પટોળા સાથે દુપટ્ટા, રૂમાલ, સ્કાર્ફ, ટાઈ તેમજ કોટ જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડની ભાણેજને ફિલ્મોમાં આવવા ખૂબ પાપડ વણવા પડ્યાં!:'કબીર સિંહ'એ સ્ટાર બનાવી, દીકરીના જન્મ બાદ 'ટોક્સિક'માં બોલ્ડ સીનથી ટ્રોલ થઈ
    Next Article
    ઉંદર મારવાની મનાઈ, સરકારે કેમ આદેશ કરવો પડ્યો:ગુંદરવાળા પૂઠાં મૂકશો તો જેલભેગા, તડપાવીને મારવા કરતાં જીવતા રહે એ કેમ જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment