Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયાનું વ્યસન છે!:બ્રેક લેવાની વાત કહ્યાના એક દિવસ બાદ ફરી ટ્વીટ કર્યું, બ્લોગમાં હેલ્થ અપડેટ આપી

    6 hours ago

    અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની વાત કહ્યાના એક દિવસ બાદ ફરી પાછા ફર્યા છે. તેમણે શુક્રવાર, 23 ઑક્ટોબરે બ્લોગ પોસ્ટ લખી. અમિતાભે બ્લોગ પર લખ્યું, “હજી વધુ આરામની જરૂર છે... પોતાને ઢાળી રહ્યો છું... વિચારી રહ્યો છું અને આશ્ચર્યચકિત છું... માનવ શરીર અને તેની અનોખી પ્રકૃતિ.” આ તરફ, તેમણે એક્સ (અગાઉ ટ્વિટર) પર પણ લખ્યું, “ચાલો.” અમિતાભે ચાહકોની માફી માંગી હતી અમિતાભે તેના એક દિવસ પહેલાં સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમને થોડા દિવસ આરામ કરવા અને સ્વસ્થ થવા માટે સમય લેવાની સલાહ આપવામાં આવી છે. અમિતાભ તાજેતરમાં જ 84 વર્ષના થયા છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ દરમિયાન તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. અમિતાભે એક્સ (અગાઉ ટ્વિટર) પર ચાર દિવસની ચુપ્પી બાદ માફી માગી હતી. તેમણે લખ્યું હતું, “માફ કરશો. હું તમારી માફી માગું છું. મને થોડા દિવસો માટે આરામ કરવા અને સ્વસ્થ થવા માટે સમય લેવાની સલાહ આપવામાં આવી છે. તેથી હું કંઈ લખી શકતો નથી.” ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર શું થયું? 'કૌન બનેગા કરોડપતિ'ના એક એપિસોડ દરમિયાન અમિતાભે જણાવ્યું હતું કે, શોના શૂટિંગ સમયે તેમનો પગ લપસી ગયો હતો. પડી જવાથી તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ અને તેમને ઊભા થવામાં મુશ્કેલી પડી. ત્યારબાદ તેમણે સેટની વચ્ચે ઊભા રહીને બોલવાને બદલે બેસીને પોતાનો શરૂઆતનો મોનોલોગ આપ્યો. જોકે, તેમણે દર્શકોને ખાતરી આપી હતી કે ઈજા ગંભીર નહોતી. 84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન કાર્યરત 84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન કામ કરી રહ્યા છે. તેઓ ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'ને હોસ્ટ કરી રહ્યા છે, જાહેર કાર્યક્રમોમાં સામેલ થઈ રહ્યા છે અને આવનારી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મોમાં નાગ અશ્વિનની ‘કલ્કિ 2898 AD પાર્ટ 2’ સામેલ છે. તેમાં તેઓ અમર અશ્વત્થામાની ભૂમિકા ફરી ભજવશે.
    Click here to Read More
    Previous Article
    'હોટ ફિક્સના કચરાને કારણે સુરત ગુમાવશે નંબર-1નો તાજ':ધારાસભ્ય કુમાર કાનાણીની પાલિકાને ખુલ્લી ચેતવણી, કહ્યું-સૌથી સ્વચ્છ શહેરનો દરજ્જો ગુમાવશે તો સંપૂર્ણ દોષ વહીવટી તંત્રનો
    Next Article
    વલસાડમાં ₹7.47 કરોડના ST ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત:પ્રભારી મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલે ભૂમિપૂજન કર્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment