Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ₹7.47 કરોડના ST ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત:પ્રભારી મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલે ભૂમિપૂજન કર્યું

    6 hours ago

    વલસાડ એસ.ટી. વિભાગ હેઠળના ડેપો વર્કશોપના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે ભૂમિપૂજન કરાયું. આ કામ ₹7.47 કરોડથી વધુના ખર્ચે થશે. વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલે ખાતમુહૂર્ત કર્યું. રાજ્ય સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે સહાય આપી છે. આ ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળો નવો અને સુવિધાયુક્ત ડેપો-વર્કશોપ બનશે. કુલ જમીન વિસ્તાર 9270 ચોરસ મીટર છે. પ્રભારી મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, વલસાડ જૂનું ડિવિઝન છે અને આ વર્કશોપ પર આસપાસના 3 જિલ્લાઓ આધારિત છે. 5000 ચોરસ મીટરના સર્ક્યુલેશન વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથેનું વર્કશોપ બનશે, જે કર્મચારીઓને સારું કાર્ય-વાતાવરણ આપશે. તેમણે ઉમેર્યું કે, ટ્રાઇબલ વિભાગ દ્વારા એક વર્ષમાં 239 નવી બસો ફાળવવામાં આવી છે. સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભગવાન બિરસા મુંડાજીના નામે ખાસ બસ સેવાઓ શરૂ થઈ છે, જેનાથી અંતરિયાળ વિસ્તારોના લોકોને લાભ મળે છે.
    Click here to Read More
    Previous Article
    અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયાનું વ્યસન છે!:બ્રેક લેવાની વાત કહ્યાના એક દિવસ બાદ ફરી ટ્વીટ કર્યું, બ્લોગમાં હેલ્થ અપડેટ આપી
    Next Article
    यूपी के भैंसिया गांव में दूध के उधार पैसे मांगने पर तड़ातड़ चली गोलियां, छत से पत्थर भी फेंके, VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment