Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો:અમદાવાદની 'પરંપરા' નવરાત્રિનું શિડ્યુલ ખોરવાઈ શકે, 1 શ્રમિકને સામાન્ય ઇજા

    10 hours ago

    અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ નામથી યોજાનારા ગરબાનો AC ડોમ ધરાશાયી થયો છે. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના છે. જેને લઈને એસી ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ડોમ પડી ગયો હતો. બે દિવસમાં ફરી ડોમ ઉભો થાય તેવી શક્યતા ઓછી છે. જેથી ગરબાનું શેડ્યુલ ખોરવાઈ જવાની શક્યતા છે. આખો ડોમ સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયો હતો. લાઈટિંગ સહિત તમામ વસ્તુઓ લગાવી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોમ ધરાશાયી થતા કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી છે. જો બે દિવસ બાદ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. એસી ડોમના પિલ્લર યોગ્ય રીતે જમીનમાં લગાવવામાં ન આવ્યા હોવાથી ડોમ ધરાશાયી થવાની ઘટના બની છે.આ નવરાત્રિ આયોજન 9 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં કરવામાં આવ્યું છે. તેમજ એક સાથે 12000 લોકો ગરબા નિહાળી શકે એટલી ક્ષમતા છે. એસી ડોમમાં સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવાનું હોય છે. પરંતુ આ સર્ટિફિકેટ લેવામાં આવ્યું હતું કે નહીં અને જો લેવામાં આવ્યું છે તો કેવી રીતે આપવામાં આવ્યું લઈને સવાલ છે. ફાયર સ્ટેશન ઓફિસર વિષ્ણુ દેસાઇએ જણાવ્યું કે, કીર્તિદાન ગઢવીના ગરબામાં ડોમ ધરાશાયી થયો હોય તેવા સમાચાર મળતા અમારી ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી. કોઈ ફસાયું હોય તેવું સામે આવ્યું નથી. પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ડોમનો એક તરફનો ભાગ સંપૂર્ણ બેસી ગયો છે. ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જે માટે ઓનલાઇન એપ્લિકેશન કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ કામ પૂર્ણ ન થયું હોવાથી એપ્રૂવલ આપવામાં આવ્યું ન હતું. કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફાયર સેફટી માટેનું સર્ટિફિકેટ આપી શકતા નથી. કામ પૂર્ણ થયા પછી જ મને ખ્યાલ આવે છે કે એન્ટ્રી અને એક્ઝિટના કેટલા ગેટ બનાવવામાં આવ્યા છે. જેના આધારે ફાયર સેફટીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે પાયા જે પ્રમાણે જમીનમાં ઉતરવા જોઈએ તે પ્રમાણે ઉતાર્યા ન હોવાથી આ ઘટના બની છે. ફાયર સેફ્ટી માટેના નિયમો પાળવા માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ લેવામાં આવે છે. તેના સિવાય NOC અપાતી નથી. પોલીસ તેમજ ફાયર બ્રિગેડની એનઓસી લેવાની બાકી હતી. એક વખત ફાયર વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી પરંતુ કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી ફાયર NOC મળી નહતી. જો કે ફાયર NOC મેળવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ અને પરંપરા નવરાત્રિના આયોજકો સ્થળ પર પહોંચીને ઘટના કઈ રીતે બની તેની તપાસ કરી રહ્યા છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ એલ ચાવડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે ભાગમાં ડોમ છે. જેમાં પાછળના ડોમનો ભાગ બેસી ગયો છે. આ પણ વાંચો કિંજલ દવે, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી આ વખતે ક્યાં રમઝટ બોલાવશે? જાણો કયા સિંગર ક્યાં પરફોર્મ કરશે આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના અનેક સિંગર અમદાવાદમાં નવરાત્રિ કરવા આવવાના છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને નવું શું જોવા મળશે. કયા સિંગર કયા વેન્યૂ પર પર્ફોર્મ કરશે તે જણાવી રહ્યા છીએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    મમતા પહેલીવાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનમાં સામેલ:રાહુલ-પ્રિયંકા સાથે રાષ્ટ્રપતિને મળશે; ખડગેએ કહ્યું- સરકાર ડરી ગઈ, જે ડર્યા તે મર્યા સમજો
    Next Article
    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની હાલાકી:ટર્મિનલ સુધી કેબ ન આવતાં લોકો બાળકો-લગેજ સાથે રેલિંગ ઓળંગવા મજબૂર, કહ્યું - પાર્કિંગ ક્યાં હોવું જોઈએ તેની પણ અક્કલ નથી, સ્ટુપીડ છે એરપોર્ટ ઓથોરિટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment