Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની હાલાકી:ટર્મિનલ સુધી કેબ ન આવતાં લોકો બાળકો-લગેજ સાથે રેલિંગ ઓળંગવા મજબૂર, કહ્યું - પાર્કિંગ ક્યાં હોવું જોઈએ તેની પણ અક્કલ નથી, સ્ટુપીડ છે એરપોર્ટ ઓથોરિટી

    8 hours ago

    સુરત એરપોર્ટ પર ફ્લાઇટ મારફતે આવતા મુસાફરો માટે બહાર નીકળવું અને વાહન મેળવવું એક મોટી મુશ્કેલી બની ગયું છે. એરપોર્ટ પ્રશાસન અને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના વિવાદાસ્પદ નિર્ણયોના કારણે સામાન્ય મુસાફરો, વૃદ્ધો અને નાના બાળકો ધરાવતા પરિવારો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. જેના પગલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સ્ટુપીડ છે એરપોર્ટ ઓથોરિટી, પાર્કિંગ ક્યાં હોવું જોઈએ તેની પણ અક્કલ નથી. ટર્મિનલ સુધી કેબ ન આવતા લોકો વજનદાર સામાન સાથે રેલિંગ કૂદવા મજબૂર એરપોર્ટના આગમન ગેટ પાસેથી મુસાફરોને પાર્કિંગ એરિયા સુધી પહોંચવા માટે સીધો અને સરળ રસ્તો ન હોવાથી લોકો રસ્તા વચ્ચે લગાવેલી પાઇપ અને રેલિંગ ઓળંગીને જવા મજબૂર બન્યા છે. નાના બાળકોને તેડીને તથા ભારેખમ ટ્રોલી બેગ અને સૂટકેસ ઊંચકીને રેલિંગ કૂદી રહેલા મુસાફરોના વીડિયો પણ સામે આવ્યા છે. જો થોડી પણ ચૂક થાય તો મુસાફરો પડીને ઈજાગ્રસ્ત થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. મુસાફરોમાં ભારે રોષ: પાર્કિંગ ક્યાં હોવું જોઈએ તેની પણ અક્કલ નથી એરપોર્ટ પરથી બહાર નીકળી રહેલા એક મુસાફરે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારી સાથે નાના બાળકો અને આટલો બધો સામાન છે, તેમ છતાં અમારે આ રીતે હેરાન થઈને જવું પડે છે. એરપોર્ટ ઓથોરિટી તદ્દન બેદરકાર છે. સ્ટુપીડ છે. ₹50-100ના ચાર્જ માટે લોકોને ભિખારીની જેમ રઝળાવવામાં આવી રહ્યા છે. પાર્કિંગ ટર્મિનલની નજીક હોવું જોઈએ કે જેથી લોકોને સરળતા રહે, પણ અહીં મુસાફરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કોમર્શિયલ વાહનોને ટર્મિનલ સુધી પ્રવેશ ન અપાતાં વિવાદ આ સમગ્ર મામલે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરત ગ્રુપના કોર મેમ્બર સંજય શાહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, પાર્કિંગ કોન્ટ્રાક્ટર દ્વારા વધુ કમાણી કરવા માટે કોમર્શિયલ ટેક્સીઓ (જેમ કે ઓલા, ઉબેર વગેરે)ને અરાઈવલ ટર્મિનલ બિલ્ડિંગ સુધી આવવા દેવામાં આવતી નથી. જો વાહન ત્યાં જાય તો વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે. આ કારણે પ્રવાસીઓએ દૂર સુધી સામાન ઊંચકીને પાર્કિંગ સુધી જવું પડે છે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે ગંભીર સમસ્યા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નિયમ એરપોર્ટ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો છે કે પાર્કિંગ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી છે તે તપાસનો વિષય છે. જો કોઈ વૃદ્ધ, દિવ્યાંગ કે નાના બાળકો સાથે મુસાફરી કરતા હોય તો તેઓ આટલે દૂર સુધી કેવી રીતે ચાલી શકે? પ્રવાસીઓની માંગ છે કે બુક કરાયેલી કેબને સીધી ટર્મિનલ બિલ્ડિંગ સુધી આવવાની પરવાનગી મળવી જ જોઈએ જેથી સામાન્ય જનતાને આ હાલાકીમાંથી મુક્તિ મળે.
    Click here to Read More
    Previous Article
    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો:અમદાવાદની 'પરંપરા' નવરાત્રિનું શિડ્યુલ ખોરવાઈ શકે, 1 શ્રમિકને સામાન્ય ઇજા
    Next Article
    સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી ચાલુ, અરજદારોની હાલાકીનો અંત:મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સરકાર સાથે સમાધાન થતાં મહેસૂલી મહામંડળનું આંદોલન મૌકૂફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment