Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ, પેરેડાઈઝ ફુવારા અને માધવપુર ખાતે સુવિધા ઉપલબ્ધ:જિલ્લામાં પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ માટે ત્રણ કેન્દ્રો કાર્યરત કરાયા

    3 days ago

    પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે ત્રણ કેન્દ્રો કાર્યરત કરાયા છે જેમાં દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ, પેરેડાઈઝ ફુવારા અને માધવપુર ખાતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે શુદ્ધ-સાત્વિક પેદાશો ખરીદવા નાગરિકોને અપીલ કરાઈ છે. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે સીધું બજાર પૂરું પાડવા તેમજ જિલ્લાના નાગરિકોને ઝેરમુક્ત અને સાત્વિક ખેતપેદાશો સરળતાથી મળી રહે તે હેતુથી વહીવટી તંત્રના આત્મા વિભાગના માર્ગદર્શન હેઠળ ત્રણ સ્થળોએ વિશેષ વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. રાસાયણિક ખાતરો અને કૃત્રિમ જંતુનાશકો મુક્ત કુદરતી પદ્ધતિથી પકવેલા આ ઉત્પાદનો ખેડૂતો દ્વારા સીધા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જિલ્લા મથકે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા અમૃત આહાર મોલ ખાતે દરરોજ સવારે 9:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી પ્રાકૃતિક પેદાશોનું વેચાણ ચાલુ રહે છે. આ ઉપરાંત શહેરના પેરેડાઈઝ ફુવારા પાસે પોરબંદર એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા સોમવારથી શનિવાર દરમિયાન સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યારે તાલુકા કક્ષાએ યાત્રાધામ માધવપુર ખાતે પણ એસપીએનએફ કંપની દ્વારા દરરોજ સવારે 9:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી ગ્રાહકો માટે વેચાણ કેન્દ્ર ધમધમી રહ્યું છે. સ્વાસ્થ્ય સાથે સ્થાનિક ખેડૂતોને મળશે સીધો ટેકો પ્રાકૃતિક ઉત્પાદનોનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાથી લોકોનું આરોગ્ય સારું રહે છે અને ગંભીર બીમારીઓથી બચી શકાય છે. સીધા વેચાણ કેન્દ્રોથી વચેટિયા વગર ગ્રાહકોને વાજબી ભાવે શુદ્ધ ચીજવસ્તુઓ મળે છે અને ધરતીપુત્રોને પણ તેમની મહેનતનું પૂરતું વળતર મળે છે. જિલ્લાના નાગરિકો વધુને વધુ આ કેન્દ્રોની મુલાકાત લઈને પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી કરી પર્યાવરણ અને ખેડૂતોને પ્રોત્સાહિત કરે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મુશ્કેલી:જૂની કોર્ટના પાર્કિંગમાં મસમોટા ખાડા અને પથ્થરોથી વાહનચાલકો પરેશાન
    Next Article
    સુરેન્દ્રનગરમાં ન્યૂ જંકશન પાસે રેલવે અંડર બ્રિજ બનાવવા ઉગ્ર રજૂઆત:મહાનગરપાલિકાએ રાજકોટ રેલવે ડિવિઝનને દરખાસ્ત મોકલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment