Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુશ્કેલી:જૂની કોર્ટના પાર્કિંગમાં મસમોટા ખાડા અને પથ્થરોથી વાહનચાલકો પરેશાન

    3 days ago

    પોરબંદરના સુદામા ચોક સામે આવેલ જૂની કોર્ટના પાર્કિંગમાં મસમોટા ખાડા અને પથ્થરોથી સુદામા મંદિર આવતા પ્રવાસીઓ અને ખરીદારો માટેનું પાર્કિંગમાં મુશ્કેલી વેઠવી પડે છે તેમજ વાહનચાલકોને પણ વાહનોમાં મુશ્કેલી પડે છે. સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદર શહેરમાં આવેલા ઐતિહાસિક સુદામાજી મંદિરે દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ તેમજ સુદામા ચોક સ્થિત મુખ્ય બજારમાં ખરીદી અર્થે આવતા સ્થાનિક નગરજનોની સુવિધા માટે સુદામા ચોક સામે આવેલી જૂની કોર્ટ કચેરીના પટાંગણમાં મહાનગર પાલિકા દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જોકે આ પાર્કિંગ ગ્રાઉન્ડ અત્યંત બિસ્માર અને ખાડા-ખબડાવાળું હોવાથી અહીં વાહનો પાર્ક કરતાં ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ​પાર્કિંગ સ્થળનું ગ્રાઉન્ડ સમથળ નથી અને સમગ્ર પરિસરમાં મસમોટા પથ્થરો તથા ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જેના કારણે ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનો ખાડાઓમાં પટકાતાં વાહનોમાં મોટું આર્થિક નુકસાન થાય છે અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બનવાનો પણ ભય રહે છે. તહેવારો ટાણે બજારમાં ભીડ વધી રહી છે ત્યારે આ પાર્કિંગને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને મહાનગરપાલિકા તંત્ર દ્વારા જૂની કોર્ટના આ પાર્કિંગ ગ્રાઉન્ડને તાત્કાલિક ધોરણે જેસીબી કે રોલર ફેરવીને સમથળ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગણી પ્રવાસીઓ અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:દિવાળી વેકેશનનો ક્રેઝ: પોરબંદરવાસીઓમાં ફરવાનો અનોખો ઉત્સાહ, બે મહિના અગાઉ જ લાંબા અંતરની ટ્રેનો હાઉસફુલ
    Next Article
    દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ, પેરેડાઈઝ ફુવારા અને માધવપુર ખાતે સુવિધા ઉપલબ્ધ:જિલ્લામાં પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ માટે ત્રણ કેન્દ્રો કાર્યરત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment