Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:દિવાળી વેકેશનનો ક્રેઝ: પોરબંદરવાસીઓમાં ફરવાનો અનોખો ઉત્સાહ, બે મહિના અગાઉ જ લાંબા અંતરની ટ્રેનો હાઉસફુલ

    3 days ago

    દિવાળીના પર્વ નજીક આવતા જ પોરબંદરવાસીઓમાં તહેવારોની ઉજવણી અને વેકેશનમાં ફરવા જવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, દેશભરમાંથી પ્રવાસીઓ પણ પોરબંદરની દરિયાઈ સુંદરતા અને ઐતિહાસિક વિરાસત માણવા માટે આતુર છે. આ ઉત્સાહનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે પોરબંદર રેલવે સ્ટેશનથી ઉપડતી મુંબઈ સિવાયની લાંબા અંતરની તમામ ટ્રેનોમાં બે મહિના અગાઉથી જ એડવાન્સ બુકિંગ ફૂલ થઈ ગયા છે અને તમામ ટ્રેનો હાઉસફુલ" ચાલી રહી છે. રેલવેના નિયમ મુજબ 60 દિવસ અગાઉ બુકિંગ ખુલતાની સાથે જ પ્રવાસીઓએ કન્ફર્મ ટિકિટ મેળવવા માટે પડાપડી કરી હતી, પોરબંદરથી દિલ્હી, બિહાર અને સાઉથ-ઈસ્ટ તરફ જતી ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ માટે ભારે પડાપડી છે અને ટિકિટમાં વેઇટિંગ આવી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા પણ મુસાફરોના આ ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં વિશેષ વ્યવસ્થાઓ થાય તેવી આશા પ્રવાસીઓ રાખી રહ્યા છે. કઈ-કઈ ટ્રેનોમાં જોવા મળી રહ્યો છે પ્રવાસીઓનો અદભૂત ઉત્સાહ? દિલ્હી અને બિહાર રૂટ પર દર મંગળવાર અને શનિવારે દોડતી પોરબંદર-દિલ્હી એક્સપ્રેસમાં 19 ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. આ સાથે જ દર ગુરુવાર અને શુક્રવારે ઉપડતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં પણ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ અને પૂર્વ ભારતની સફરમાં કેરળ તરફ જતી પ્રખ્યાત કોચુવેલી એક્સપ્રેસ (પોરબંદર–તિરુવનંતપુર મ નોર્થ સુપરફાસ્ટ), તેમજ પશ્ચિમ બંગાળ તરફ જતી પોરબંદર–શાલીમાર અને પોરબંદર–સાંત્રાગાછી ટ્રેનોમાં પણ પ્રવાસીઓનું આગોતરૂં બુકિંગ પૂરું થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    યુવાનોને સોશિયલ મીડિયા છોડી ગામની દશા-દિશા બદલવા આગળ આવવા આહ્વાન:સરપંચ કાર્યશીલ નહીં હોય તો વિકાસ માત્ર 5-7 જણાનો જ થશે
    Next Article
    મુશ્કેલી:જૂની કોર્ટના પાર્કિંગમાં મસમોટા ખાડા અને પથ્થરોથી વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment