Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકાની કેપ્ટને 5 રન આપીને 7 વિકેટ લીધી:હેટ્રિક પણ ઝડપી, એશિયા કપમાં પરાક્રમ કરનાર પ્રથમ ખેલાડી; ઇન્ડોનેશિયા સામે મેચ હતી

    16 hours ago

    દુબઈમાં રમાઈ રહેલા વુમન્સ એશિયા કપમાં બુધવારે શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ઇતિહાસ રચ્યો. તેણે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડોનેશિયા સામે ગ્રુપ-Bની મેચમાં માત્ર 5 રન આપીને 7 વિકેટ લીધી. અટાપટ્ટુ એશિયા કપની કોઈપણ મેચમાં 7 વિકેટ લેનારી પહેલી બોલર બની ગઈ. આમાં વુમન્સ અને મેન્સ, બંને કેટેગરીની મેચ સામેલ છે. 19મી ઓવરમાં હેટ્રિક લીધી ચમારી અટાપટ્ટુએ 3.3 ઓવરની બોલિંગમાં ઇન્ડોનેશિયાની બેટિંગને ધ્વસ્ત કરી દીધી. તેણે 19મી ઓવરની શરૂઆતની ત્રણ બોલ પર ત્રણ વિકેટ લઈને હેટ્રિક પણ લીધી. તેની બોલિંગના કારણે ઇન્ડોનેશિયાની આખી ટીમ 18.3 ઓવરમાં 49 રન પર સમેટાઈ ગઈ. શ્રીલંકાએ આ મેચ 75 રનથી જીતી લીધી. જાવેરિયા ખાનનો રેકોર્ડ તૂટ્યો આ પહેલા એશિયા કપ મેચમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પાકિસ્તાનની જાવેરિયા ખાનના નામે હતો. તેણે વુમન્સ એશિયા કપ 2008માં બાંગ્લાદેશ સામે 8 રન આપીને 6 વિકેટ લીધી હતી. હવે ચમારી અટાપટ્ટુના નામે એશિયા કપની એક મેચમાં 7 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. અજંતા મેન્ડિસનો રેકોર્ડ પણ તોડ્યો અટાપટ્ટુનું આ પ્રદર્શન માત્ર એશિયા કપ પૂરતું સીમિત ન રહ્યું. આ T20 ઇન્ટરનેશનલમાં કોઈ પણ શ્રીલંકન બોલર (પુરુષ કે મહિલા)ની શ્રેષ્ઠ બોલિંગ ફિગર પણ છે. અટાપટ્ટુએ અજંતા મેન્ડિસનો રેકોર્ડ તોડ્યો. મેન્ડિસે સપ્ટેમ્બર 2012માં ઝિમ્બાબ્વે સામે 8 રન આપીને 6 વિકેટ લીધી હતી. અટાપટ્ટુ T20 ઇન્ટરનેશનલ એશિયા કપની કોઈ પણ મેચમાં 6 કે તેથી વધુ વિકેટ લેનારી પ્રથમ બોલર પણ છે. આ પહેલા T20 ઇન્ટરનેશનલ એશિયા કપની વુમન્સ એડિશનમાં પાકિસ્તાનની ત્રણ અને થાઈલેન્ડની એક બોલર 5-5 વિકેટ લઈ ચૂકી હતી. મેન્સ T20 ઇન્ટરનેશનલ એશિયા કપમાં ભુવનેશ્વર કુમાર 5 વિકેટ લેનારા એકમાત્ર બોલર છે. 7 વિકેટ લેનારી વિશ્વની બીજી કેપ્ટન બની ચમારી અટાપટ્ટુ કોઈ પણ T20 ઇન્ટરનેશનલ મેચમાં 7 વિકેટ લેનારી વિશ્વની માત્ર બીજી કેપ્ટન બની છે. તેની પહેલા આર્જેન્ટિનાની એલિસન સ્ટોક્સે આ પરાક્રમ કર્યું હતું. સ્ટોક્સે 14 ઓક્ટોબર 2022ના રોજ પેરુ સામે 3.4 ઓવરમાં 3 રન આપીને 7 વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    जन्माष्टमी पर कान्हा होंगे प्रसन्न, दूध और मिश्री से बनाएं उनका मनपसंद दिव्य प्रसाद, देखें वीडियो
    Next Article
    સોનું ₹2,549 વધીને ₹1.54 લાખ પર પહોંચ્યું:એક મહિનામાં ભાવ 11 હજાર વધ્યા; ચાંદી આજે ₹4,420 મોંઘી થઈને ₹2.33 લાખ પ્રતિ કિલો થઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment