Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજીડેમ ચોકડી પાસે હિટ એન્ડ રન:રાજકોટમાં વોકિંગ કરવા નીકળેલા કારખાનેદાર પ્રૌઢને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મોત, પરિવારમાં ભારે શોક

    9 hours ago

    રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક પ્રૌઢે પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા સુભાષ નગરમાં રહેતા 58 વર્ષના પ્રૌઢ સુરેશભાઈ ખોડાભાઈ નોંધણવદરા સાંજના સમયે આજીડેમ ચોકડી અને ખોખરદળ વચ્ચેથી પસાર થતા સર્વિસ રોડ પર ચાલીને જઈ રહ્યા હતા.આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે સુરેશભાઈને જોરદાર હડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક સુરેશભાઈ આજીડેમ ચોકડી પાસે પોતાનું કારખાનું ધરાવતા હતા અને રોજની જેમ સાંજે કારખાનેથી વોકિંગ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે જ કાળમુખા વાહને તેમને ચગદી નાખ્યા હતા. સુરેશભાઈને સંતાનમાં એક દીકરો છે અને તેઓ ત્રણ ભાઈ તથા ત્રણ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા. આ અણધાર્યા અકસ્માત અને સુરેશભાઈના મોતના સમાચારથી તેમના પરિવાર તેમજ સ્નેહીજનોમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે. હાલ આ મામલે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    1997માં મહિધરપુરા હીરાબજારમાંથી 1.50 લાખની લૂંટ ચલાવી હતી:હથિયાર બતાવી લૂંટ કરી નાસી ગયેલો લૂંટારુ 30 વર્ષે મધ્યપ્રદેશના તરસમા ગામથી પકડાયો
    Next Article
    બાઈકચાલકની એક ભૂલ ને એન્ડેવર, અલ્ટો સહિત 5 વાહનોનો કચ્ચરઘાણ:રિક્ષાચાલકે ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો, હરિનગર બ્રિજ પર કાર-રિક્ષા અને બાઈકની ટક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment