Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1997માં મહિધરપુરા હીરાબજારમાંથી 1.50 લાખની લૂંટ ચલાવી હતી:હથિયાર બતાવી લૂંટ કરી નાસી ગયેલો લૂંટારુ 30 વર્ષે મધ્યપ્રદેશના તરસમા ગામથી પકડાયો

    9 hours ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડને વર્ષો જૂના ગંભીર અનડિટેક્ટેડ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. મહિધરપુરા પોલીસ મથકમાં સને 1997માં નોંધાયેલા હથિયાર સાથે લૂંટના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી જયનારાયણ ઉર્ફે ધરમરાજસિંહ રાજપૂતને પોલીસે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના મુરેના જિલ્લા હેઠળના તરસમા ગામ ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને દબોચી લીધો છે. 1997માં મહિધરપુરા હીરાબજારમાંથી 1.50 લાખની લૂંટ ચલાવી હતી ગુનાની વિગત મુજબ વર્ષ 1997માં આરોપી જયનારાયણ રાજપૂતે તેના અન્ય ત્રણ સાગરીતો મહેશ, ધુરંદન અને ગુહુ ભદોરિયા સાથે મળી સુરતના ધમધમતા મહિધરપુરા હીરાબજારને નિશાન બનાવ્યું હતું. આ ટોળકીએ હથિયારોના જોરે ધાકધમકી આપી હીરાબજારમાંથી રોકડા ₹1,50,000/- ની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટના બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા, જે સંદર્ભે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ પહોંચી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું આર્મ્સ સ્કોડના પોલીસ કર્મીઓને આધારભૂત બાતમી મળી હતી કે 1997ના ગુનામાં વોન્ટેડ જયનારાયણ રાજપૂત હાલ મધ્યપ્રદેશના પોરસા તાલુકાના તરસમા (કોથરકલા) ગામે રહે છે. માહિતીની પુષ્ટિ થતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશ રવાના થઈ હતી. ત્યાં સ્થાનિક હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ આરોપીના રહેઠાણ અને હિલચાલ પર વોચ ગોઠવી તેને કોઈ તક આપ્યા વગર ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કોર્ટનું વોરંટ હતું, મહિધરપુરા પોલીસને સોંપાયો પકડાયેલા આરોપી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-c), IPC કલમ 394, 397 તથા બી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયેલો છે. નામદાર કોર્ટ દ્વારા તેની ધરપકડ માટે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આ લૂંટારુને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બાઈકની એક ભૂલ ને એન્ડેવર, અલ્ટો સહિત 5 વાહનોનો કચ્ચરઘાણ:રિક્ષાચાલકે ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો, હરિનગર બ્રિજ પર કાર-રિક્ષા અને બાઈકની ટક્કર
    Next Article
    આજીડેમ ચોકડી પાસે હિટ એન્ડ રન:રાજકોટમાં વોકિંગ કરવા નીકળેલા કારખાનેદાર પ્રૌઢને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મોત, પરિવારમાં ભારે શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment