Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય મંત્રી ફડણવીસના આદેશથી છેલ્લાં 5 વર્ષનો હિસાબ તપાસાશે:સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની ઉચાપત પ્રકરણે તપાસનો આદેશ

    8 hours ago

    મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની રકમની ઉચાપત પ્રકરણે હવે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ મંદિરની દાનપેટીમાંથી કરોડો રૂપિયાની રકમ ગુમ થતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ આ મામલો રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચામાં આવ્યો છે. આરોપો તેમજ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ તરફથી કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સિદ્ધિવિનાયક મંદિરને મળેલા દાન અને દાન સંગ્રહના હિસાબની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ખાસ કરીને વર્ષ 2023થી 2026 વચ્ચે દાનની રકમમાં જોવા મળેલા અણધાર્યા વધઘટ, સંબંધિત નાણાકીય રેકોર્ડ, દાન સંગ્રહની પ્રક્રિયા અને હિસાબ-કિતાબની બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ તાત્કાલિક રજૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત રાજ ઠાકરેના આરોપોથી થઈ હતી. મનસે વિદ્યાર્થી સેનાની વર્ષગાંઠના કાર્યક્રમમાં તેમણે દાવો કર્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાંથી દર વર્ષે આશરે રૂ. 18 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જોકે, મંદિર વહીવટીતંત્રે શરૂઆતમાં આ આરોપોને નકારી કાઢ્યા હતા. દરમિયાન, આ મામલાને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની છે. વર્તમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને શિંદે જૂથના નેતા સદા સરવણકર તથા ખજાનચી પવન ત્રિપાઠીએ મુખ્યમંત્રી ફડણવીસ સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    कामिका एकादशी व्रत आज, जानें शुभ मुहूर्त, कथा और मंत्र
    Next Article
    શાહના હસ્તે મુંબઈમાં NUCFDCના કાર્યાલયનું ઉદઘાટન:દેશમાં 1400 શહેરી સહકારી બેંકોમાં આશરે 6 લાખ કરોડની થાપણો: ગૃહમંત્રી અમિત શાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment