Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારો આ વિડીયો નરેન્દ્ર મોદી સાહેબ, હર્ષ સંઘવી સુધી પહોંચાડજો:તાપીમાં હાથ પર બ્લેડના ઘા મારી મકાન-સંપત્તિ વિવાદમાં યુવકનો આપઘાત, પાંચ શખ્સો સામે ગુનો

    9 hours ago

    તાપી જિલ્લાના સોનગઢમાં મકાન-સંપત્તિ વિવાદમાં દીપક નાયર નામના યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલાં યુવકે રેકોર્ડ કરેલો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઓડિયોમાં યુવકે જમીન અને પારિવારિક સંપત્તિના વિવાદને લઈને કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બીજી તરફ, મૃતકની માતા રાધાબેન નાયરની ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓડિયોમાં પાંચ વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો વાયરલ ઓડિયોમાં દીપક નાયરે સલીમ મુલ્લાં, તેમના પુત્ર વસીમ સલીમ મુલ્લાં, સાબીર અબ્બાસ પઠાણ, રિયાઝ શેખ અને ઈમ્તિયાઝ શેખનાં નામ લઈને આક્ષેપો કર્યા છે. યુવકના જણાવ્યા મુજબ, ઘરની જમીન અને સંપત્તિને લગતા વિવાદમાં તેને તથા તેના પરિવારને લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જોકે, ઓડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. યુવક સાતથી આઠ વર્ષથી મકાન-સંપત્તિ વિવાદમાં ન્યાય માટે લડતો હતો યુવકે ઓડિયોમાં જણાવ્યું, " આજે મેં જે કંઈ પણ કામ કર્યું છે, તે મેં મારા પપ્પાના સગાવાલા અને મારા પપ્પાની રખેલ દારૂવાળીના કારણે કર્યું છે. આ બધું મેં સલીમ મુલ્લા, સલીમ મુલ્લાનો છોકરો અને સાબીર અબ્બાસ પઠાણના થકી કર્યું છે. આજે રાતે સલીમ મુલ્લાની ઓફિસમાંથી બધી મહિલાઓ આવી હતી અને મને કહીને ગઈ કે અમને બધાને દરવાજા પાસે ઊભા રહીને ગાળો આપે છે. આ લોકો જીવતા સળગાવી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. સાહેબ, તમને જે કહેવામાં આવે છે કે આ લોકો ક્રિશ્ચિયન છે, એવું કંઈ જ નથી. મારા દાદાએ મારી દાદી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. મારા દાદા-દાદી છૂટા પડ્યા પછી મારી દાદીએ મારા પપ્પાના લગ્ન મારી મમ્મી સાથે હિંદુ રીતિ-રિવાજમાં કરાવ્યા હતા. આ લોકો આ બધા પુરાવા ગાયબ કરવા માંગે છે અને મને બહુ મોટા ષડયંત્રમાં ફસાવવાની સાજિશ ચાલી રહી છે. મને બે-ત્રણ લોકો દ્વારા ખબર પડી હતી કે સાબીર અબ્બાસ પઠાણ કહેતો હતો કે "કોઈ ટેન્શન નહિ, અપને બચ જાયેંગે, બાકી અભી ઇસકી બારી, પૂરા ખાનદાન જલા ડાલેંગે". મારું ઘર મારી બહેન આશાને આપી દેજો અને મારી મમ્મીને વૃદ્ધાશ્રમમાં સેટલ કરીને આ ઘર વૃદ્ધાશ્રમમાં કે કેન્સરના દર્દીઓને દાન કરી દેજો. મારો ભાઈ દિમાગથી નાનો છે નાના છોકરા જેવો છે, એનાથી કંઈ થાય એવું નથી અને તેને બહુ ગંભીર બીમારી છે. આ લડાઈ હું છેલ્લા સાત-આઠ વર્ષથી લડતો હતો. આ સાત-આઠ વર્ષની અંદર મારું ગામમાં ફરવાનું અને બધા સાથે વાતચીત કરવાનું બંધ કરાવી દીધું હતું. આ વિડિયો નરેન્દ્ર મોદી સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, ગુજરાતના મંત્રી સાહેબ અને જયરામભાઈ ગામીત સુધી પહોંચાડજો. આ બાબતમાં CBI તપાસ કરાવજો કે શું છે ને શું નહીં. મારા પપ્પા અને દાદાના નામની હેરફેર કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન ચાર-પાંચ લોકો મારા દાદાને ઉઠાવી ગયા હતા અને હુકમનામાના દાખલાઓ કઢાવીને શ્રીસરકારમાં નામ ચડાવી દીધું હતું. હું તેની લડત લડતો હતો અને લગભગ ન્યાયની નજીક પહોંચી ગયો હતો, ત્યારે આ લોકોએ આખું ષડયંત્ર રચ્યું છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. આ બધું મેં મારી રીતે કર્યું છે, કોઈની ધાક-ધમકીથી નહીં. મેં ન્યાય માટે આટલા વર્ષો સુધી દોડધામ કરી, પણ મને કોઈ ન્યાય મળ્યો નહીં. હું જેની પાસે ન્યાય માંગવા ગયો, તે બધા માણસોમાં આ લોકોએ નેગેટિવિટી ફેલાવી દીધી છે. આ બધા લાખ-લાખ, બે-બે લાખ કે ત્રણ લાખ રૂપિયા વાળા માણસો છે અને બિલ્ડરો આ લોકો પાછળ પૈસા ખર્ચે છે. સલીમ મુલ્લા, તેનો છોકરો, સાબીર અબ્બાસ પઠાણ, રિયાઝ શેખ અને ઈમ્તિયાઝ શેખ આ બધાએ ભેગા મળીને ષડયંત્ર રચ્યું છે. જય શ્રી રામ, જય માતાજી." વડાપ્રધાન સહિતના નેતાઓને ઓડિયો પહોંચાડવા અને CBI તપાસની અપીલ યુવકે પોતાના ઓડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના અન્ય મંત્રી અને જયરામભાઈ ગામીત સુધી પોતાનો સંદેશ પહોંચાડવાની અપીલ કરી હતી. જમીન વિવાદ અને દસ્તાવેજોમાં કથિત ફેરફારના મામલે CBI તપાસ કરાવવાની માગ પણ તેણે કરી હતી. ન્યાય માટે લાંબા સમયથી પ્રયાસો કરવા છતાં ન્યાય ન મળ્યો હોવાની વ્યથા વ્યક્ત કરતાં તેણે આ પગલું પોતાની રીતે લીધું હોવાનો દાવો કર્યો હતો. માતાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. મૃતકની માતા રાધાબેન નાયરની ફરિયાદના આધારે પોલીસે પાંચ વ્યક્તિઓ સોનગઢમાં રહેતા સલીમ મુલ્લા, સલીમ મુલ્લાનો છોકરો વસીમ ઉર્ફે દાદુ, રિયાઝ શેખ, ઇમ્તીયાઝ શેખ અને ઉકાઈના ભીમપુરામાં રહેતા બિપીન રતનભાઈ ગામીત સામે BNSની કલમ 108 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે દીપક નાયરના આપઘાત પાછળનાં ચોક્કસ કારણો, જમીન વિવાદની હકીકત, દસ્તાવેજોમાં કથિત ફેરફાર અને ઓડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા સહિતના મુદ્દાઓ હવે પોલીસ તપાસના કેન્દ્રમાં છે. ફરિયાદ, વાયરલ ઓડિયો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ બાદ જ સમગ્ર મામલાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરમીત-યશસ્વિનીનો મેડલ પાક્કો:મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં 72 વર્ષ બાદ મેડલ, સેમિફાઇનલમાં જાપાની જોડી સામે મુકાબલો
    Next Article
    મનપાના ત્રણ ઝોનમાં રહેશે પાણીકાપ:27 ઓક્ટોબરે ડીંડોલી, લિંબાયત સહિતના વિસ્તારોમાં ટાંકીઓની સફાઈને પગલે પાણી પુરવઠો ખોરવાશે, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment