Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરમીત-યશસ્વિનીનો મેડલ પાક્કો:મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં 72 વર્ષ બાદ મેડલ, સેમિફાઇનલમાં જાપાની જોડી સામે મુકાબલો

    8 hours ago

    ભારતના હરમીત દેસાઈ અને યશસ્વિની ઘોરપડેએ શુક્રવારે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક મેડલ પાક્કો કરી લીધો છે. 72 વર્ષ બાદ આ ટુર્નામેન્ટની મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં મેડલ આવ્યો છે. 1954માં યતિન વ્યાસ અને મીના પરાંડેએ આ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હરમીત-યશસ્વિનીએ દક્ષિણ કોરિયાની જોડીને હરાવી ભારતીય જોડીએ તાશકંદમાં ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના પાર્ક ગાંગહ્યોન અને લી ડેઉનને 3-2થી હરાવ્યા. સેમિફાઇનલમાં હરમીત-યશસ્વિનીનો મુકાબલો જાપાનના સોરા માત્સુશિમા અને મિવા હારિમોટો સામે થશે. ભારતની બીજી મિક્સ્ડ ડબલ્સ પાયસ જૈન અને સિન્ડ્રેલા દાસ મેડલ રાઉન્ડમાં પહોંચી શકી નહીં. ક્વાર્ટર ફાઇનલમાં તેમને ચીનના યી ચેન અને હુઆંગ યુઝેંગે 3-0થી હરાવ્યા. એશિયાડમાં મેડલ ચૂકી ગયા હતા હરમીત અને યશસ્વિની હરમીત અને યશસ્વિની તાજેતરની એશિયન ગેમ્સમાં મેડલથી ચૂકી ગયા હતા. હરમીતે એશિયન ગેમ્સમાં 3 ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ, તેઓ મેડલ જીતી શક્યા નહોતા. યશસ્વિની પણ ગયા મહિને યોજાયેલી ગેમ્સમાંથી ખાલી હાથે પરત ફરી હતી. તે મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. -------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ભારતીય સ્વિમર પર હોટલ સ્ટાફ સાથે છેડછાડનો આરોપ:જાપાનમાં પેરા એશિયન ગેમ્સમાંથી પરત મોકલાયો; કાયમ માટે પ્રતિબંધ લાગી શકે છે પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતીય તરણવીર મોહમ્મદ શમ્સ આલમ શેખને જાપાનથી પરત મોકલી દેવામાં આવ્યો છે. તેના પર નાગોયાની હોટેલમાં મહિલા હાઉસકીપિંગ કર્મચારીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    પેરા એશિયન ગેમ્સમાં ભારતનું બેસ્ટ પ્રદર્શન:30 ગોલ્ડ સહિત 114 મેડલ મેળવ્યા; 2023માં 108 જીત્યા હતા
    Next Article
    મારો આ વિડીયો નરેન્દ્ર મોદી સાહેબ, હર્ષ સંઘવી સુધી પહોંચાડજો:તાપીમાં હાથ પર બ્લેડના ઘા મારી મકાન-સંપત્તિ વિવાદમાં યુવકનો આપઘાત, પાંચ શખ્સો સામે ગુનો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment