Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના ત્રણ ઝોનમાં રહેશે પાણીકાપ:27 ઓક્ટોબરે ડીંડોલી, લિંબાયત સહિતના વિસ્તારોમાં ટાંકીઓની સફાઈને પગલે પાણી પુરવઠો ખોરવાશે, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ

    9 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ-ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલા ડીંડોલી જળ વિતરણ મથક ખાતે ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકીઓની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આગામી 27 ઓક્ટોબર, 2026ના રોજ આ વિશેષ મેઈન્ટેનન્સ અને શુદ્ધિકરણ કાર્ય હાથ ધરાશે, જેના કારણે સુરત શહેરના ત્રણ મુખ્ય ઝોન સાઉથ-ઈસ્ટ ઝોન (લિંબાયત), સાઉથ ઝોન-એ (ઉધના) અને સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તાર હેઠળ કાર્યરત કુલ 17 જેટલી ઓવરહેડ ટાંકીઓના કાર્યક્ષેત્રમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ અથવા ખોરવાયેલો રહેશે. આ સમારકામથી લાખો નાગરિકોના રોજિંદા જળ વિતરણ પર સીધી અસર પડશે. લિંબાયત અને ગોડાદરાના વિવિધ વિસ્તારોમાં પુરવઠો ખોરવાશે સાઉથ-ઈસ્ટ ઝોન હેઠળ આવતા લિંબાયત અને ગોડાદરાના રહેણાંક વિસ્તારોમાં પાણીકાપની વ્યાપક અસર જોવા મળશે. જેમાં ESR-SE-1 હેઠળ ભક્તિનગર, પ્રિયંકા સિટી, ગાયત્રીનગર, માનશી રેસિડેન્સી અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં સવારે 9થી બપોરે 12 અને સાંજે 6થી રાત્રે 10 વાગ્યા દરમિયાન પાણી મળશે નહીં. ESR-SE-2 અને 3 હેઠળ ઓમનગર, અંબિકાનગર, મહાદેવનગર અને ડીંડોલી ગામતળ વિસ્તારમાં સવારે 5થી 9 તેમજ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન પુરવઠો પ્રભાવિત રહેશે. આ ઉપરાંત ESR-SE-9 અને 10 હેઠળ ગોડાદરા અને પરવત ગામતળ, માનસરોવર, ધીરજ નગર, કૈલાશનગર તથા સુપર સિનેમા રોડની સોસાયટીઓમાં સવારથી રાત સુધીના નિર્ધારિત સ્લોટમાં પાણી અપાશે નહીં, જ્યારે ESR-SE-11 હેઠળ પ્રિયંકા સિટી પ્લસ, નંદનવન અને સ્કાય વ્યુ હાઈટ્સ જેવા વિસ્તારોમાં સવારે 6થી બપોરે 12.30 સુધી પાણીની તંગી રહેશે. ઉધના, બમરોલી અને ભેસ્તાન સહિતના કાંઠા વિસ્તારો પણ પ્રભાવિત ઉધના અને કનકપુર ઝોન હેઠળના વિસ્તારોમાં પણ જળ વિતરણ વ્યવસ્થા પર ગંભીર અસર થવાની છે. ESR-SE-4, 5 અને 14 હેઠળ ઉન-પશ્ચિમ, ઉન ગામતળ, રાહતનગર, ગભેણી અને સોમનાથ નગરમાં પાણીનો પુરવઠો ધીમો રહેશે. ESR-SE-6, 7 અને 8 હેઠળ ડુંડીગામ, વડોદ આવાસ તેમજ નવા બમરોલીની અમીધારા, ઉમિયા રેસિડેન્સી અને આસ્થા રેસિડેન્સી જેવા વિસ્તારોમાં સવારે 7.30થી બપોરે 12 વાગ્યા સુધી પાણી બંધ રહેશે. વધુમાં, ESR-SE-12, 13, 15, 16, 17 અને 18 હેઠળ ભેસ્તાન, ઉત્સવ એન્કલેવ, જીઆવ, બુડીયા, સોનારી, આનંદો હોમ્સ, બમરોલી ગામ તેમજ તુલસીધામ, રવિનગર અને કૈલાશનગર જેવા વિસ્તારોમાં સવારથી મોડી રાત સુધીના વિવિધ સમયે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે અથવા અત્યંત ઓછા દબાણથી ઉપલબ્ધ બનશે. પાલિકા તંત્ર દ્વારા અગાઉથી પાણી સંગ્રહ કરી લેવા અપીલ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, શટડાઉનના આ દિવસ દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે અગાઉથી જ જરૂરિયાત મુજબના પાણીનો પર્યાપ્ત સંગ્રહ કરી લેવો. તંત્રએ નાગરિકોને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની વિનંતી કરી છે. સમારકામ અને સફાઈ કામગીરી સમયસર પૂર્ણ કરી નિયમિત જળ વિતરણ પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરાશે અને આ કામગીરી દરમિયાન નાગરિકોને પડનારી અસુવિધા બદલ પાલિકા પ્રશાસને દિલગીરી વ્યક્ત કરી સંપૂર્ણ સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    મારો આ વિડીયો નરેન્દ્ર મોદી સાહેબ, હર્ષ સંઘવી સુધી પહોંચાડજો:તાપીમાં હાથ પર બ્લેડના ઘા મારી મકાન-સંપત્તિ વિવાદમાં યુવકનો આપઘાત, પાંચ શખ્સો સામે ગુનો
    Next Article
    મનપામાં વોટર રીચાર્જિંગના કામોમાં ભ્રષ્ટાચાર:ભ્રષ્ટાચારી એજન્સી અને અધિકારીઓ સામે FIR નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી, કોર્પોરેટર કિશન મેરના ગંભીર આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment